ગુજરાતમાં વિસાવદર વિધાનસભા બેઠકની (Visavadar By Polls) પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે અહીં ભાજપ AAP અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખી જંગ યોજવાનો છે. અહેવાલ અનુસાર AAPએ આ બેઠક માટે પોતાના ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલીયાનું (Gopal Italia) નામ જાહેર કર્યું છે.
વિધાનસભા બેઠકના ઉમેદવાર જાહેર થયા બાદ ગોપાલ ઈટાલીયાએ મીડિયા સમક્ષ મોટા દાવા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “વિસાવદર એવો વિસ્તાર છે જે ક્યારેય સત્તાની સામે ઝૂક્યો નથી. સત્તાથી આ લોકો ડર્યા નથી. સત્તાની સામે હંમેશા અડીખમ ઉભા રહ્યા છે. ભાજપે વિસાવદરના લોકો સાથે દગો કર્યો છે…”
Visavadar By Poll | Gopal Italia | ગોપાલે વિસાવદરમાં જીતના દાવા સાથે શું કર્યો હુંકાર?#GopalItalia #Visavadarbypoll pic.twitter.com/G1qsTiW92I
— ABP Asmita (@abpasmitatv) March 24, 2025
ઈટાલીયાનો વિશ્વાસ છે કે ગ્રામીણ લોકો અને ખેડૂતો તેમને મત આપીને વિજય બનાવશે.
બીજી તરફ AAP છોડીને ભાજપમાં આવેલ ભૂપત ભાયાણીએ પણ દાવો કર્યો છે કે જો ભાજપ ટિકિટ આપશે તો તેમની જીત થશે. તેમણે આ બેઠક પરથી AAPની નહીં પરંતુ ભાજપની જીતનો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે પ્રદેશમાંથી જે નામ નક્કી થશે તે ચૂંટણી લડશે.
Visadar By Poll 2025 | વિસાવદર બેઠક પર ભાજપની જીતનો ભાયાણીનો દાવો#BhupatBhayani #Visavadarbypoll pic.twitter.com/SlnYqVqMZN
— ABP Asmita (@abpasmitatv) March 24, 2025
તેમણે એમ પણ કહ્યું હતું કે જો પાર્ટી હર્ષદ રાબડીયાને ટિકિટ આપશે તો તેમનો પણ પ્રચાર કરવા તેઓ તૈયાર છે. તેમણે કહ્યું હતું કે ભાજપ કાર્યકર્તાઓની સમગ્ર ટીમ સુસજ્જ થઈને જે-તે ઉમેદવાર માટે પ્રચાર કરીને ભાજપને જીત અપાવશે.