Monday, February 24, 2025
More

    ‘AAPએ સરકારી તિજોરી કરી દીધી છે ખાલી, છતાં મહિલાઓને અપાશે ₹2500’: CM રેખા ગુપ્તાએ વાયદો પૂર્ણ કરવાની આપી ગેરંટી

    દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ રવિવારે (23 ફેબ્રુઆરી 2024) પાછલી AAP સરકાર પર મોટો હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, AAPએ દિલ્હીની તિજોરી ખાલી કરી દીધી છે. તેમ છતાં, ભાજપ સરકારે વચન આપ્યું છે કે મહિલાઓને દર મહિને ₹2500 આપવાની યોજના ટૂંક સમયમાં શરૂ થશે.

    ભાજપના ધારાસભ્યોની બેઠક બાદ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, “અમે અધિકારીઓ સાથે વાત કરી, તિજોરી ખાલી મળી, પરંતુ મહિલાઓને પૈસા આપવાની જવાબદારી અમારી છે. અમે તેનો 1000% અમલ કરીશું. આ યોજનાથી લગભગ 38 લાખ મહિલાઓને લાભ મળશે અને તેના માટે વાર્ષિક ₹11,000 કરોડની જરૂર પડશે.

    ગુપ્તાએ જણાવ્યું હતું કે, સોમવારથી (24 ફેબ્રુઆરી 2025) શરૂ થતા વિધાનસભા સત્રમાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી સાથે સરકાર કામ કરવાનું શરૂ કરશે. આ દરમિયાન તેમણે કહ્યું કે, CAGના જૂના રિપોર્ટ પણ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે, જેમાં AAPના કામકાજ પર પ્રશ્નો ઉઠાવવામાં આવશે.