આમ આદમી પાર્ટીએ (AAP) 30 જાન્યુઆરીએ એવો દાવો કર્યો હતો કે ચૂંટણી પંચના કેટલાક અધિકારીઓએ પંજાબના મુખ્યમંત્રી (Punjab CM) ભગવંત માનના (Bhagwant Mann) દિલ્હી સ્થિત કપૂરથલા હાઉસ ખાતે આવેલ નિવાસસ્થાને રેડ પાડી હતી. જોકે ચૂંટણી પંચે આ દાવાઓને ફગાવી દીધા છે.
આ અંગે દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આવો જ દાવો કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, “દિલ્હી પોલીસ ભગવંત માનજીના ઘરે દરોડો પાડવા પહોંચી ગઈ છે. ભાજપના લોકો ધોળા દિવસે પૈસા, જૂતા અને ચાદર વહેંચી રહ્યા છે – તે દેખાતું નથી. તેની જગ્યાએ એક ચૂંટાયેલ મુખ્યમંત્રીના નિવાસ પર રેડ કરે છે. વાહ ભાજપ! દિલ્હીના લોકો 5 તારીખે પોતાનો જવાબ આપશે!”
दिल्ली पुलिस @BhagwantMann जी के दिल्ली के घर पर रेड करने पहुँच गई है।
— Atishi (@AtishiAAP) January 30, 2025
भाजपा वाले दिन दहाड़े पैसे, जूते, चद्दर बांट रहे हैं- वो नहीं दिखता। बल्कि एक चुने हुए मुख्यमंत्री के निवास पर रेड करने पहुँच जाते हैं।
वाह री भाजपा! दिल्ली वाले 5 तारीख़ को जवाब देंगे!
જોકે ચૂંટણી પંચે દરોડો પાડવાના દાવાઓને ફગાવી દીધા હતા. ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ચૂંટણી પંચ ન તો કોઈ દરોડા પાડે છે કે ન તો કોઈ તપાસમાં દખલ કરે છે. ફ્લાઈંગ સર્વેલન્સ ટીમ/FSTએ સી-વિજિલ એપ પર કરવામાં આવેલી ફરિયાદના આધારે કાર્યવાહી કરી છે, જે MCCના ઉલ્લંઘનનો રિપોર્ટ કરવા માટે જાહેર જનતા માટે ઓપન છે. આના આધારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.”
આ ઉપરાંત અધિકારીએ જણાવ્યું હતું કે ફરિયાદ સી-વિજિલ એપ પર પૈસાના વહેંચવા અંગે હતી, જેને 100 મિનિટમાં ઉકેલવાની હતી તેથી ટીમ ત્યાં હાજર હતી.