જૂનાગઢ મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર 11માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પોતે જ ભાજપમાં જોડાઈ ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, વોર્ડ નંબર 11ના આમ આદમી પાર્ટીના (AAP) ઉમેદવાર અનિલ કાછડીયાએ ચૂંટણી પહેલાં જ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.
AAP ઉમેદવારે ભાજપના ઉમેદવારોને સમર્થન આપીને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ તેમણે જણાવ્યું છે કે, “વિકાસ કામ અને વિસ્તારના લોકોના સંતોષને ધ્યાને લઈને મેં વોર્ડ નંબર 11ના ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે અને હું ભાજપમાં જોડાયો છું.”
નોંધનીય છે કે, જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અનિલ કાછડીયાએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. જોકે, હવે છેલ્લી ઘડીએ તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે અને ભાજપને સમર્થન જાહેર કરી દીધું છે.