વર્તમાનમાં સમગ્ર દેશમાં કટ્ટરપંથી ખાલિસ્તાનીઓનું (Khalistani) નેટવર્ક ફેલાઈ રહ્યું છે, ત્યારે ગુજરાતની સંસ્કારી નગરી વડોદરામાંથી (Vadodara) પણ ખાલિસ્તાની જૂથ સાથે સંકળાયેલ એક વ્યક્તિ ઝડપાઈ હતી. આ માણસ વડોદરામાં સિક્યુરીટી ગાર્ડની નોકરી કરતો હતો.
પંજાબના જીવન મૌજી ગ્રુપ સાથે સંકળાયેલ આ વ્યક્તિ અન્ય ગુનામાં પણ સંડોવાયો હોવાનું સામે આવ્યું હતું. આરોપીની ઓળખ સુનીલ મસીહ તરીકે કરવામાં આવી હતી. તથા તે પંજાબમાં ખંડણી વસૂલવાથી લઈને ફાયરિંગ સુધીના ગુનામાં સંડોવાયેલો છે.
Vadodara | ખાલિસ્તાની સંગઠન સાથે જોડાયેલા ગ્રુપનો સાગરિત ઝડપાયો | Gujarat #Vadodara #KhalistaniOrganization #VadodaraPolice #Gujarat #SandeshNews pic.twitter.com/woj3xUDHYQ
— Sandesh (@sandeshnews) January 29, 2025
અહેવાલ અનુસાર પંજાબ પોલીસે વડોદરા પોલીસને બાતમી આપી હતી કે પંજાબમાં આ બધા ગુનાઓમાં સંડોવાયેલ સુનીલ મસીહ વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલ એક મોલમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરી રહ્યો છે.
આરોપી સુનીલ ખાલિસ્તાની સમર્થક જીવન ફોજી ગ્રુપનો સાગરિત હોવાનું ખુલ્યું હતું. પંજાબમાં તે ખંડણી અને હત્યા જેવા ગુનામાં સામેલ હતો તથા સજાથી બચવા ફરાર હતો. વડોદરા પોલીસે પંજાબ પોલીસની બાતમીના આધારે સુનીલ મસીહની ધરપકડ કરી આગામી કાર્યવાહી હાથ ધરી છે.