Friday, December 6, 2024
More

    ‘આ વર્ષે, 11 મહિનામાં 994 વખત વિમાન ઉડાવી દેવાની ધમકી મળી’: મોદી સરકારે સંસદમાં માહિતી આપી, 2023માં હતા આવા માત્ર 122 કેસ

    વર્ષ 2024માં, ભારતની વિવિધ એરલાઈન્સને લગભગ 1000 બોમ્બની નકલી ધમકીઓ (bomb threats) મળી છે. આ માહિતી કેન્દ્રીય ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે (Union Minister of State for Aviation Muralidhar Mohol) રાજ્યસભામાં આપી હતી. તેણે કહ્યું કે ભારતમાં વિવિધ એરલાઈન્સને 994 બોમ્બની ધમકીઓ મળી હતી, જે તમામ નકલી સાબિત થઈ હતી.

    મોહોલે જણાવ્યું હતું કે ઓગસ્ટ 2022 થી 13 નવેમ્બર 2024 સુધીમાં કુલ 1,143 બોમ્બ ધમકીના કોલ અથવા મેસેજ આવ્યા હતા. તેમાંથી ઓગસ્ટ અને ડિસેમ્બર 2022 વચ્ચે 27 ધમકીઓ આવી હતી, જ્યારે 2023માં આ સંખ્યા વધીને 122 થઈ ગઈ હતી. વધુમાં જાન્યુઆરી 2024થી નવેમ્બર 2024 સુધીમાં, કુલ 994 ધમકીઓ મળી હતી.

    ઉલ્લેખનીય છે કે આ નકલી ખતરાઓના જોખમનો સામનો કરવા માટે મંત્રાલયે નાગરિક ઉડ્ડયન સુરક્ષા અધિનિયમ, 1982 અને એરક્રાફ્ટ (સુરક્ષા) નિયમો, 2023માં સુધારો કરવાની યોજના બનાવી છે. આ યોજના હેઠળ, દરેક એરપોર્ટ પર એક વિશેષ સમિતિ તૈનાત કરવામાં આવી છે જે બોમ્બની ધમકીનું મૂલ્યાંકન કરે છે અને જરૂરી પગલાં લે છે.