દેશમાં વિમાનોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી સાથે જોડાયેલા કિસ્સાઓ અટકી રહ્યા નથી. હવે એક સાથે 85 વિમાનોને ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં એર ઇન્ડિયાના 20 વિમાન પણ સામેલ છે. જે વિમાનોને ધમકી મળી છે, તેમાં ઇન્ડિગોના 20, વિસ્તારાના 20 અને અકાસાના 25 વિમાનોનો સમાવેશ થાય છે. હાલ આ મામલે તપાસ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.
આ અઠવાડિયામાં ઓછામાં ઓછી 170હી વધુ ફ્લાઇટ્સને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર આવી ઘટનાઓ સામે વ્યાપક કાયદાકીય પગલાંની યોજના બનાવી રહી છે. જેમાં ગુનેગારોને નો-ફ્લાય લિસ્ટમાં નાખવાનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.