આમ આદમી પાર્ટીના (AAP) આઠ ધારાસભ્યોએ (MLA) પાર્ટી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને 31 જાન્યુઆરીએ રાજીનામું આપી દીધું હતું. હવે આ આઠેય ધારાસભ્યો ભાજપમાં (BJP) જોડાઈ ગયા છે. દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાની હાજરીમાં AAPના પૂર્વ ધારાભ્યો ભાજપમાં જોડાયા હતા.
નોંધનીય છે કે, આ ધારાસભ્યોએ પાર્ટી પર આરોપ લગાવ્યો હતો કે ‘આપ’ તેના મૂળભૂત સિદ્ધાંતોથી ભટકી ગઈ છે અને ભ્રષ્ટાચારમાં સામેલ થઈ ગઈ છે. આમાંના ઘણા ધારાસભ્યોને 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPએ ટિકિટ પણ આપી નહોતી.
Prominent Personalities are joining BJP. @PandaJay @Virend_Sachdeva https://t.co/sl6uHjv4Dy
— BJP Delhi (@BJP4Delhi) February 1, 2025
ભાજપમાં સામેલ થનારા આ ધારાસભ્યોમાં આદર્શ નગરથી બે વાર ધારાસભ્ય રહી ચૂકેલ પવન શર્મા, પાલમથી ધારાસભ્ય ભાવના ગૌડ, બિજવાસનથી ધારાસભ્ય ભૂપેન્દ્ર જૂન, કસ્તુરબા નગરથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલ મદન લાલ, જનકપુરીથી બે વાર ધારાસભ્ય રહી ચૂકેલ રાજેશ ઋષિ, ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત કુમાર, મહેરૌલીના ધારાસભ્ય નરેશ યાદવ અને દિલ્હી સરકારમાં મંત્રી અને ત્રણ વખત ધારાસભ્ય ગિરીશ સોની માદીપુરનો સમાવેશ થાય છે.