Wednesday, March 19, 2025
More

    સવારના 8 વાગ્યા અને શરૂ થઈ દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી: તમામ સર્વેમાં બનતી દેખાઈ છે ભાજપ સરકાર

    8 ફેબ્રુઆરી 2025, શનિવારના રોજ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી (Vote Counting Starts) શરૂ થઈ ચૂકી છે. સવારે 8 વાગ્યે આ ગણતરી શરૂ થઈ છે. હંમેશની જેમ પહેલા પોસ્ટલ બેલેટ ગણવામાં આવશે અને એના પછી જ EVM ખોલવામાં આવશે.

    આ પહેલા મતદાન પૂર્ણ થતા જ જુદી જુદી એજન્સીઓના એક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ ગયા હતા. અને લગભગ તમામ પોલ્સમાં ભાજપની મહાજીત બતાવવામાં આવી હતી.

    ટુડેઝ ચાણક્ય અનુસાર, દિલ્હીમાં ભાજપને 51 (±6) બેઠકો મળી શકે. જ્યારે આમ આદમી પાર્ટી 19 (±6) બેઠકો પર સમેટાઈ શકે. અન્યને શૂન્યથી ત્રણ બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

    ‘એક્સિસ માય ઇન્ડિયા’ના એક્ઝિટ પોલ અનુસાર ભાજપને 45થી 55 બેઠકો માલિવાનું અનુમાન છે. જ્યારે AAPને 15થી 25 બેઠકો મળી શકે છે. કોંગ્રેસને અહીં પણ 0થી 1 બેઠક મળવાનું અનુમાન છે.