Monday, June 23, 2025
More

    આસામમાં હમણાં સુધીમાં 76 પાકિસ્તાન સમર્થકોની ધરપકડ, MLAને પણ કર્યા જેલભેગા:- CM હિમંતા બિસ્વા સરમા

    આસામમાં પાકિસ્તાનપ્રેમીઓ સામે ચાલી રહેલી કાર્યવાહી હેઠળ હમણાં સુધીમાં લગભગ 76 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ શનિવારે (24 મે) આ અંગે માહિતી આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને કહ્યું છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 76 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે તમામની ધરપકડ પાકિસ્તાન પ્રત્યે પ્રેમ દર્શાવવાના આરોપસર કરવામાં આવી છે.

    મુખ્યમંત્રીએ X પર પોસ્ટ કરીને કહ્યું છે કે, શુક્રવારે નલબારી, દક્ષિણ સાલમારા અને કામરૂપ જિલ્લામાંથી એક-એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાન સમર્થકો સામેની કાર્યવાહીના ભાગ રૂપે આસામમાં અત્યાર સુધીમાં 76 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

    ધરપકડ કરાયેલા લોકોમાં વિપક્ષી પાર્ટી AIUDFના ધારાસભ્ય અમીનુલ ઇસ્લામનું નામ પણ સામેલ છે. અમીનુલ ઇસ્લામ પર પહલગામ હુમલામાં પાકિસ્તાનની ભૂમિકાનો બચાવ કરતું નિવેદન આપવાનો આરોપ છે.