રામજાનના પાક મહિનામાં બાંગ્લાદેશના કુમિલ્લા શહેરના લાલમાઈ ઉપજિલ્લાના બેલઘર નોર્થ યુનિયનમાં 70 વર્ષીય વૃદ્ધ અબદ ઉલ્લાહની 7 વર્ષની બાળકી પર બળાત્કાર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અબદ ઉલ્લાહે 10 દિવસના સમયગાળામાં બાળકી પર ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો. બાળકી બીજા ધોરણમાં અભ્યાસ કરે છે અને સ્થાનિક મદરેસામાં જાય છે.
અહેવાલો અનુસાર, 27 ફેબ્રુઆરીના રોજ ખાલી રસોડામાં બાળકી પર પહેલી વખત બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ ત્રણ વખત સુધી બાળકીને પીંખવામાં આવી હતી. 7 માર્ચે પડોશના બાળકોએ છોકરીની માતાને આ ઘટના વિશે કહ્યું હતું. ત્યારબાદ માતાએ તેની બાળકીને પૂછતાં તેણે વિગતે વાત કરી હતી.
આ ઘટના બાદ જ્યારે માતાએ ફરિયાદ દાખલ કરી તો ગામના વડીલોએ એક બેઠક બોલાવી હતી. મીટિંગમાં, અબા ઉલ્લાહને 50 હજાર ટકાનો (બાંગ્લાદેશી ચલણ) દંડ ફટકારવામાં આવ્યો હતો, જે બાળકીની સારવાર માટે હતો. પરંતુ સેના અને પોલીસે દરોડો પાડીને તેની ધરપકડ કરી હતી.
આ બેઠક બાળકીના ઘરે થઈ હતી. લાલમાઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ શાહ આલમે જણાવ્યું છે કે, માતાએ બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. કોર્ટ દ્વારા અબદ ઉલ્લાહને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે અને બાળકીને મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી છે.
નોંધવા જેવું છે કે, તાજેતરમાં જ યુપીના કાનપુરમાં આવો મામલો સામે આવ્યો હતો. જેમાં બેગમે રમજાન દરમિયાન શારીરિક સંબંધ બનાવવાનો ઇનકાર કરતા નજર અલી ઉર્ફે હુસૈનીએ તેના મિત્ર અઝહર સાથે મળીને 13 વર્ષીય સગીરનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ ગુજારી તેની ઘાતકી હત્યા કરી નાખી હતી.