Monday, February 24, 2025
More

    મ્યાનમારમાં સાયબર ક્રાઈમ ગેંગ દ્વારા ફસાયેલા 70 ભારતીયોને બચાવાયા: થાઈલેન્ડ મોકલાયા જ્યાંથી બાદમાં લવાશે ભારત

    મ્યાનમારમાં (Myanmar) સાયબર ક્રાઈમ ગેંગ (cybercrime gangs) દ્વારા ફસાયેલા 70 ભારતીય નાગરિકોને મ્યાનમાર અને થાઈલેન્ડના સુરક્ષા દળોની મદદથી બચાવી લેવામાં આવ્યા છે અને થાઈલેન્ડ લઈ જવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં, આ કાર્યવાહી દ્વારા 133થી વધુ ભારતીયોને બચાવવામાં આવ્યા છે. મ્યાવાડી (Myawaddy) વિસ્તારમાં ગુના શિબિરના ઘણા શંકાસ્પદ આયોજકો કાર્યરત હોવાનું અનુમાન છે.

    ભારતીય દૂતાવાસની પહેલ અને રાજદ્વારી પ્રયાસોને (diplomatic efforts from the Indian Embassy) પગલે, મ્યાનમાર સુરક્ષા દળોએ મ્યાવાડીના કેકે પાર્ક ખાતેના એક અડ્ડા પર દરોડા પાડ્યા અને આ વ્યક્તિઓને બચાવી લીધા. ભારતીયોને દક્ષિણ પૂર્વ એશિયામાં નોકરીની ઓફર આપીને લલચાવવામાં આવ્યા હતા. તાજેતરના અઠવાડિયામાં, ચીની સરકારે મ્યાનમારમાં સાયબર ક્રાઇમ સ્કેમ સેન્ટરોમાંથી સેંકડો ચીની નાગરિકોને પણ બચાવ્યા છે.

    બચાવેલા ભારતીયોને થાઇલેન્ડ ક્ષેત્રની નજીકના સરહદી ગામ મે સોટ લઈ જવામાં આવ્યા છે. ત્યાંથી, ભારતીય દૂતાવાસના કર્મચારીઓ અને થાઈ અધિકારીઓ આ વ્યક્તિઓને પાછા મોકલવા માટે સંકલન કરશે. ભારતીય અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

    મ્યાનમારમાં ગૃહયુદ્ધ અને કાયદો અને વ્યવસ્થાના પતન સાથે, આ કૌભાંડ કેન્દ્રો નોકરી શોધનારાઓ અને પ્રવાસીઓને પણ નિશાન બનાવીને મોટા પાયે સાયબર ક્રાઇમ સિન્ડિકેટ ચલાવવા માટે પીડિતોને ફસાવવા માટે વધુને વધુ સક્રિય બની રહ્યા છે.