બુધવાર (20 નવેમ્બર)ના રોજ મહારાષ્ટ્ર (Maharashtra) અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીનું (Jharkhand Assembly Elections) મતદાન (Voting) યોજવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મતદારોએ મતદાન કરીને પોતાની ફરજ નિભાવી હતી. ત્યારે હવે ચૂંટણી પંચે મતદાનના આંકડા પણ જાહેર કર્યા છે.
જાણવા મળી રહ્યું છે કે, સાંજે 5 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 58.22% મતદાન નોંધવામાં આવ્યું હતું. જ્યારે ઝારખંડમાં બીજા ચરણના મતદાન દરમિયાન 67.59% મતદાન થયું હોવાનું સામે આવ્યું છે. સાથે એ પણ નોંધવા જેવું છે કે, 20 નવેમ્બરે મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાયું હતું.
જ્યારે બીજી તરફ ઝારખંડમાં આ મતદાન બીજા ચરણનું હતું. જેમાં કુલ 81 બેઠકો પૈકીની 38 વિધાનસભા સીટો પર ચૂંટણી યોજવામાં આવી હતી. આ સાથે જ હવે થોડા જ સમયમાં એક્ઝિટ પોલ આવવાના પણ શરૂ થઈ જશે.