Tuesday, February 11, 2025
More

    અમદાવાદ: પાકિસ્તાનથી પ્રતાડિત થઈને આવેલા 56 હિંદુઓને અપાઈ ભારતીય નાગરિકતા, ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ એનાયત કર્યાં પ્રમાણપત્રો

    અમદાવાદ જિલ્લા પ્રશાસન દ્વારા આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં બુધવારે (11 ડિસેમ્બર) ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાકિસ્તાનની શરણ લઈને આવેલા કુલ 56 વ્યક્તિઓને (Pakistani Hindus) નાગરિકતા (Citizenship) પ્રમાણપત્ર એનાયત કર્યાં હતાં. 

    કાર્યક્રમમાં સંબોધન કરતાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, “પાકિસ્તાનની આવીને વસેલા હિંદુ પરિવારોને નવી ઓળખ આપવાનું કામ કેન્દ્ર અને રાજ્ય સરકારે કર્યું છે. હવે તમે ગર્વથી કહી શકશો કે ભારત અમારી કર્મભૂમિ છે.” તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સંભાળ્યા બાદ નાગરિકતા નિયમોમાં બદલાવ કરીને પાકિસ્તાનની ભારત આવીને વસેલા ત્યાંના લઘુમતી નાગરિકોને અહીંની નાગરિકતા પ્રાપ્ત થાય તે માટે દિશાસૂચક કામગીરી કરવામાં આવી છે. 

    ઉલ્લેખનીય છે કે 23 ડિસેમ્બર, 2016 અને 23 ઑક્ટોબર, 2018ના ગેઝેટ નોટિફિકેશનથી ગુજરાતના કચ્છ, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના કલેક્ટરોને બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી પ્રતાડિત થઈને આવેલા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી વ્યક્તિઓને નાગરિકતા આપવાની સત્તા આપવામાં આવી છે. જે હેઠળ અમદાવાદમાં જ અત્યાર સુધી કુલ 1167 વ્યક્તિઓને નાગરિકતા અપાઈ છે. 

    હવે CAA પણ લાગુ છે, જેથી ડિસેમ્બર, 2014 પહેલાં આવેલા શરણાર્થીઓને ઝડપી નાગરિકતા મળી શકશે.