Tuesday, March 18, 2025
More

    ઈમરાન ખાનની મુક્તિ માટે ઈસ્લામાબાદમાં ‘યુદ્ધ’, કાર દ્વારા 4 પાકિસ્તાની રેન્જર્સને કચડી નખાયા: 119 પોલીસકર્મી ઘાયલ, હિંસક વિરોધમાં ડઝનેક વાહનોનો નાશ

    પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની (Imran Khan) મુક્તિની માંગને કારણે પાકિસ્તાનમાં સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ છે. ઈમરાન ખાનના હજારો સમર્થકો ઈસ્લામાબાદમાં (Islamabad, Pakistan) ઘૂસી ગયા અને બાદમાં હિંસક અથડામણ થઈ હતી. ચાર રેન્જર્સને શ્રીનગર હાઈવે પર દેખાવકારો દ્વારા વાહનો દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા, જેના પરિણામે તેઓ મૃત્યુ પામ્યા હતા. હિંસામાં 119થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા, જ્યારે 22 વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.

    આ પ્રદર્શનનું નેતૃત્વ ઈમરાન ખાનની પત્ની બુશરા બીબી (Bushra Bibi) અને ખૈબર-પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગાંડાપુર કરી રહ્યા છે. બુશરા બીબીએ વીડિયો સંદેશમાં સમર્થકોને એકત્ર થવાની અપીલ કરી હતી.

    આ દરમિયાન સમગ્ર ઈસ્લામાબાદને સેનાને સોંપી દેવામાં આવ્યું છે. ઈસ્લામાબાદના સંવેદનશીલ વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ગૃહમંત્રી મોહસિન નકવીએ ચેતવણી આપી છે કે જો વિરોધીઓ રેડ ઝોન પાર કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.