ખતરનાક ટાસ્ક આપતી ગેમ (Mobile Game) માસૂમ વિદ્યાર્થીઓ (Students) અને નાના બાળકો માટે ખૂબ વિપરતીત અસર ઊભી કરે છે અને મગજમાં પણ ભયાનક ભયાનક સ્થિતિ ઊભી કરે છે. આવો જ એક કિસ્સો અમેરેલીના (Amreli) બગસરા (Bagasara) ખાતે આવેલા મોટા મુંજીયાસરમાં નોંધાયો છે. અહીંની પ્રાથમિક શાળામાં એક ગેમના રવાડે ચડેલા વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થીઓને હાથ પર બ્લેડના કાપા મારે તો ₹10 આપવાની વાત કરી હતી.
માહિતી અનુસાર, આ ઓફર બાદ સ્કૂલના 40 વિદ્યાર્થીઓએ પોતાના હાથ પર પેન્સિલના શાર્પનરથી પોતાને ઘાયલ કરી દીધા છે. શિક્ષકોએ આઠ દિવસ સુધી આ વાતને છુપાવ્યા બાદ હવે ઘટના પોલીસ સુધી પહોંચી ગઈ છે. વાલીઓને જાણ થતાં તેઓ સ્કૂલે પહોંચ્યા હતા અને શાળા સંચાલકોને પ્રશ્નો કર્યા હતા.
ગામના સરપંચ જયસુખભાઈએ બગસરા પોલીસ સ્ટેશને જઈને આ મામલે ઊંડાણપૂર્વક તપાસની માંગ કરી છે. હાલ આ મામલે ગામના આગેવાનોએ ઉચ્ચ અધિકારીઓને પણ ઘટના વિશે વાત કરી હોવાનું સામે આવ્યું છે. વધુમાં આ ઘટનાના પગલે તપાસ ચાલી રહી હોવાનું કહેવાય રહ્યું છે.
#Amreli: Almost 40 school students cut their hands #Gujarat #TV9Gujarati #TV9News pic.twitter.com/7AO1oo2uvm
— Tv9 Gujarati (@tv9gujarati) March 26, 2025
વધુમાં આ ઘટનાને લઈને રાજ્યના શિક્ષણમંત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, “બાળકો સામસામે ગેમમાં ચેલેન્જ આપીને શાર્પનરની બ્લેડથી પોતે જ પોતાના હાથ પર મારે છે. આમાં કોઈ હુમલો થયો કે બહાર લોકોની સંડોવણી છે એવું કશું નથી. બાળકો, શિક્ષકો, વાલીઓ અને શાળાઓ તથા આપણાં માટે આ ગંભીર અને લાલ બત્તી સમાન વાત છે. સોશિયલ મીડિયા અને મોબાઈલ ગેમ માટે સરકાર ચોક્કસ ગાઈડલાઇન પણ નક્કી કરવાની છે.”
આ ઘટના ચોંકાવનારી, મોબાઈલના વળગણથી બાળકોને બચાવવાની જરૂર છે: અમરેલીની ઘટના મામલે શિક્ષણમંત્રી #Gujarat #Amreli #School #ZEE24Kalak #shockingvideo pic.twitter.com/VVcOERuX0o
— Zee 24 Kalak (@Zee24Kalak) March 26, 2025
તેમણે વધુમાં કહ્યું કે, “આવી બધી ગેમ્સ બાળકોના મગજમાં વિકૃતતા પેદા કરે છે. તમામ રિપોર્ટ્સ મંગાવવાની સૂચના આપવામાં આવી છે.” વધુમાં તેમણે કહ્યું કે, આવા કિસ્સાઓ ઘણા ગંભીર કહેવાય છે અને પૂરતી તપાસ કરવામાં આવશે. તેમણે વાલીઓ, શિક્ષકો અને સમાજને ટકોર કરી છે કે, “મોબાઈલના વળગણથી બાળકોને બચાવવાની જરૂર છે.”
નોંધનીય છે કે, આ પહેલાં ‘બ્લુ વ્હેલ ચેલેન્જ‘ નામની એક ભયાનક ગેમ પણ સામે આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને વિવિધ ચેલેન્જ આપવામાં આવતી હતી અને અંતે કોઈ ભયાનક રીતે બાળકોને આત્મહત્યા સુધી લઈ જવામાં આવતા હતા. આ ગેમના કારણે ઘણા બાળકોએ આત્મહત્યા કરી હતી, જે બાદ કડક કાર્યવાહી કરવામાં આવી હતી