Tuesday, March 4, 2025
More

    અંબાણી પરિવારની ચાર પેઢીઓ પહોંચી પ્રયાગરાજ: અનંત અને આકાશ સાથે મુકેશ અંબાણીએ મહાકુંભમાં લગાવી પવિત્ર ડૂબકી

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેમનો પરિવાર મંગળવાર, 11 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજ મહાકુંભમાં (Prayagraj Mahaumbh 2025) પહોંચ્યા હતા. અંબાણી પરિવારની ચાર પેઢીઓ ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર ત્રિવેણી સંગમ પર ડૂબકી લગાવવા પહોંચ્યો હતો. તથા માઘ પૂર્ણિમા પહેલાં પરિવારના સભ્યોએ સંગમ પર ડૂબકી લગાવી હતી.

    નોંધનીય છે કે મુકેશ અંબાણી પુત્રો અનંત અને આકાશ અંબાણી તથા આકાશની પત્ની શ્લોકા મહેતા સાથે તેમના બે બાળકો પૃથ્વી અને વેદને લઈને કડક સુરક્ષા વચ્ચે અરૈલ ઘાટ પર બોટ તરફ જતા જોવા મળ્યા હતા.

    બીજી તરફ મુકેશ અંબાણીના માતા કોકિલાબેન અંબાણી તેમની બે પુત્રીઓ સાથે સંગમ ઘાટ પહોંચ્યા હતા. જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે ઉદ્યોગપતિએ તેમના બે પુત્રો આકાશ અને અનંત સાથે પવિત્ર પાણીમાં ડૂબકી લગાવી રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં, મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી અને તેમની પત્ની, તથા ભૂતપૂર્વ અભિનેત્રી ટીના અંબાણી પણ મહાકુંભ ઉત્સવ માટે પ્રયાગરાજની મુલાકાતે આવ્યા હતા.