Thursday, May 15, 2025
More

    ગોંડલ હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સહિત 4ની ધરપકડ: મુખ્ય મહિલા આરોપી ફરાર

    ગોંડલના હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, ગોંડલ પોલીસે 19 એપ્રિલની રાત્રે તમામની ધરપકડ કરી હતી. હાલ પોલીસ આ મામલે પૂછપરછ કરી રહી હોવાનું સામે આવ્યું છે. વધુમાં આ કેસની મુખ્ય આરોપી તેજલ છૈયા હાલ ફરાર થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.

    નોંધનીય છે કે, ગોંડલના 60 વર્ષીય ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, તેજલ છૈયા અને અન્ય લોકોએ તેમને હનીટ્રેપમાં ફસાવીને 7થી 8 લાખ પડાવવાના પ્રયાસો કર્યા હતા. આ કેસમાં પદ્મિનીબા વાળા અને તેમનો પુત્ર સત્યજીતસિંહ વાળા પણ આરોપી છે.

    પોલીસ તપાસ દરમિયાન પદ્મિનીબા, સત્યજીતસિંહ, શ્યામ રાયચુરા અને હિરેન દેવડિયાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી વર્ના કાર પણ જપ્ત કરી લીધી છે. આ સાથે જ આ કેસની મુખ્ય આરોપી તેજલ છૈયા ફરાર થઈ ગઈ છે. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે અને વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે.