Wednesday, June 25, 2025
More

    પાકિસ્તાનને LoC પર અવળચંડાઈ કરવી ભારે પડી, ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં માર્યા ગયા 35થી 40 સૈનિકો: DGMOએ આપી જાણકારી

    ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામના 25 કલાક પછી ત્રણેય સેનાઓએ રવિવારે (11 મે) પ્રેસ કૉન્ફરન્સ યોજી છે. જેમાં ડાયરેક્ટર જનરાલ ઑફ મિલિટરી ઑપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ, વાઇસ એડમિરલ એએન પ્રમોદ અને એર માર્શલ અવધેશ કુમાર ભારતીએ ઑપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, LoC પર પાકિસ્તાનના 35થી 40 જવાનો પણ માર્યા ગયા હતા.

    લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ ઑપરેશન સિંદૂર હેઠળ 100થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. 7 મેની આ કાર્યવાહી બાદ પાકિસ્તાન દેશના સરહદી રાજ્યોમાં સ્થિત લશ્કરી થાણાઓ પર ડ્રોન અને મિસાઈલોથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સેના તેને હવામાં જ ઠાર કર્યા હતા. પાકિસ્તાન તરફથી થયેલો એક પણ હુમલો સફળ નથી થવા દીધો.

    વધુમાં ઘાઈએ જણાવ્યું હતું કે, ભારતીય સુરક્ષાદળોએ જવાબમાં કડક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પાકિસ્તાનની સેનાના 35થી 40 સૈનિકો અને અધિકારીઓ માર્યા ગયા હતા. સરહદ અને LoC પર પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં સેનાના પાંચ જવાનો પણ વીરગતિ પામ્યા હતા.