Monday, June 23, 2025
More

    પીલીભીતમાં 3000 શીખોના ઇસાઇ ધર્માંતરણમાં નેપાળી પાદરીનો હાથ!: સાઉથ કોરિયા કનેક્શન પણ આવ્યું સામે, ષડયંત્રમાં વિદેશી ફંડિંગની પણ શંકા

    ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં, ભારત-નેપાળ સરહદ (Indo-Nepal Border) નજીક આવેલા એક ગુરુદ્વારાએ ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. ગુરુદ્વારાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લગભગ 3,000 શીખ સમુદાયના લોકોનું ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ (Christian Conversion) કરવામાં આવ્યું છે. આ ઘટનામાં નેપાળથી આવેલા પાદરીઓની (Nepali Pastor) સંડોવણી હોવાનું કહેવાય છે.

    આરોપો અનુસાર, ધર્માંતરણ કરનારા લોકોને તેમના શીખ પ્રતીકો, જેમ કે પાઘડી, જાળવી રાખવાની છૂટ આપવામાં આવી હતી, પરંતુ તેમને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે લલચાવવામાં આવ્યા હતા. આ મામલે ગુરુદ્વારા પ્રબંધકોનું કહેવું છે કે આ એક સુનિયોજિત અને લાંબા સમયથી ચાલી રહેલ કાવતરું છે, જે ખાસ કરીને શીખ સમુદાયને નિશાન બનાવે છે.

    નેપાળનો પાદરી, દક્ષિણ કોરિયાના કેલેન્ડર: વિદેશી ફંડિંગની શંકા

    આ ઘટનામાં વર્ષ 2002માં નેપાળથી આવેલા પાદરીઓની સંડોવણી હોવાનું જણાવાયું છે, જેણે આ ધર્માંતરણની પ્રક્રિયાને આગળ ધપાવી હોવાનું કહેવાય છે. વધુમાં ઇસાઇ બનેલા ઘરોમાંથી દક્ષિણ કોરિયાના કેલેન્ડરપણ મળી આવ્યા છે જેના આધારે કહેવાઈ રહ્યું છે કે આ ષડ્યંત્રમાં વિદેશી ફન્ડિંગ હોઈ શકે છે. આ ઉપરાંત એક મહિલાએ દાવો કર્યો છે કે તેને ધર્માંતરણ માટે ₹2 લાખની લાલચ આપવામાં આવી હતી.

    गुरुद्वारा प्रबंधक कमेटी के सचिव परमजीत सिंह कैलेंडर दिखाते हुए।
    દક્ષિણ કોરિયાનું કેલેન્ડર (ફોટો: દૈનિક ભાસ્કર)

    આ સિવાય ઇસાઇ બનેલા ઘરોની બહાર ક્રોસના નિશાન પણ જોવા મળ્યા છે. આ આરોપો બાદ પીલીભીતના સ્થાનિક વહીવટે આ મામલે તપાસ શરૂ કરી છે. શીખ પ્રતિનિધિમંડળની ફરિયાદ બાદ અધિકારીઓએ આ ઘટનાની તપાસ હાથ ધરી છે. શીખ સમુદાયના આગેવાનોએ આ ઘટનાને ગંભીર ગણાવી છે અને શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ (SGPC) આ મામલે ઝડપી પગલાં લેવાની માંગ કરી છે.