મંગળવારે (13 મે, 2025) જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એક એન્કાઉન્ટર થયું, જેમાં લશ્કર-એ-તૈયબા (LeT) – ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટના (TRF) ઓછામાં ઓછા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ માહિતી કાશ્મીર ઝોન પોલીસે તેના X હેન્ડલ પર આપી હતી. પોલીસે જણાવ્યું છે કે, આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે અને હાલ પણ શોધખોળ ચાલુ છે. આ સાથે જ કાશ્મીરમાં સેનાએ આતંકવાદીઓને વીણીવીણીને મારવા માટે ‘ઑપરેશન કેલર’ (Operation Keller) શરૂ કર્યું છે.
બીજી તરફ પહલગામ હુમલામાં સંડોવાયેલા ત્રણ આતંકવાદીઓના પોસ્ટર જાહેર કરવામાં આવ્યા છે. તેમના નામ છે- આદિલ હુસૈન ઠોકર, અલી ભાઈ અને હાશિમ મુસા. 22 એપ્રિલ 2025ના હુમલામાં સંડોવાયેલા આ આતંકવાદીઓ વિશે માહિતી આપવા બદલ 20 લાખનું ઈનામ આપવામાં આવશે.
#ShopianEncounterUpdate: Out of 03 killed #terrorists, one terrorist has been identified as Mukhtar Shah of #Ganderbal, who shifted to #Shopian after killing one street hawker Virendra Paswan of Bihar: IGP Kashmir@JmuKmrPolice https://t.co/0vgygLxLpr
— Kashmir Zone Police (@KashmirPolice) October 11, 2021
નોંધનીય છે કે,કે 25 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીર પ્રશાસને બિજબેહરામાં ઠોકરના ઘરને IEDથી ઉડાવી દીધું હતું. ઠોકર 2018માં અટારી-વાઘા બોર્ડર પાર કરીને પાકિસ્તાન ભાગી ગયો હતો અને ગયા વર્ષે ફરીથી ઘૂસણખોરી કરીને ઘાટીમાં આવ્યો હતો.