જમ્મુ-કાશ્મીરના અખનુરમાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર કર્યા હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, એક આતંકવાદીનો મૃતદેહ પણ મળી આવ્યો છે. સોમવારે (28 ઑક્ટોબર) સવારે લગભગ 7:26 કલાકે LoC પાસેના વિસ્તારમાં આ આતંકવાદીઓએ આર્મી એમ્બ્યુલન્સ પર ગોળીબાર કરી દીધો હતો. જોકે, તેનાથી કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.
આતંકીઓ ફાયરિંગ બાદ જંગલ તરફ ભાગી ગયા હતા. સેનાએ તે આખા વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. લગભગ 5 કલાકના ઓપરેશન બાદ ત્રણેય આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ પણ સુરક્ષાદળો વધુ તપાસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
નોંધવા જેવું છે કે, આ પહેલાં 24 ઑક્ટોબરના રોજ બારામુલાઆ સેનાની ગાડી પર આતંકીઓએ હુમલો કરી દીધો હતો, જેમાં ત્રણ જવાન અને 2 પૉર્ટર વીરગતિ પામ્યા હતા.