પોતાના મેનિફેસ્ટોમાં ભાજપે જે વાયદાઓ કર્યા હતા તેમાંથી એક હતો વકફ બિલમાં સંશોધન (Waqf Amendment Bill) કરવાનો. હવે પોતાનો આ વાયદો પૂરો કરવા કેન્દ્રની મોદી સરકાર સતત આગલા વધી રહી છે. તે જ ક્રમમાં ગુરુવારે પાર્ટીએ વકફ સંશોધન બિલના સંદર્ભમાં ગુજરાતના પ્રદેશ (Gujarat BJP Leaders) સ્તરીય 3 નેતાઓની નિમણૂક કરી છે.

નિમણૂક પામેલ ત્રણ નેતાઓ ખૂબ વરિષ્ઠ સ્તરના છે. જેમાં સામેલ છે, 1. જવેરભાઈ ઠકરાલ, જે હાલ ગુજરાત ભાજપના પ્રદેશ મંત્રી છે. 2. હર્ષદગીરી ગોસાઈ પૂર્વ પ્રદેશ મંત્રી અને પૂર્વ પ્રમુખ અમદાવાદ જિલ્લા રહી ચૂક્યા છે. 3. અનવરહુસેન શેખ, ભાજપ લઘુમતી મોરચાના સભ્ય ઉપરાંત ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલના પણ સભ્ય રહી ચૂક્યા છે.