મધ્યપ્રદેશના શિવપુરીમાં (Shivpuri, Madhya Pradesh) એક ચોંકાવનારી ઘટનામાં, પાંચ વર્ષની બાળકી પર તેના પાડોશીએ બળાત્કાર (Rape By Neighbour) ગુજાર્યો હતો. જેના કારણે તેના ચહેરા અને ગુપ્ત ભાગો પર કરડવાના ગંભીર નિશાન પડ્યા હતા, જ્યાં તેને 28 ટાંકા આવ્યા હોવાના અહેવાલ છે. બાળકીને ગ્વાલિયરની (Gwalior) કમલા રાજા હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટમાં (ICU) દાખલ કરવામાં આવી છે, જ્યાં તે પોતાના જીવન માટે સંઘર્ષ કરી રહી છે.
28 stitches on private parts: Girl, 5, battles for life after rape in Gwalior https://t.co/kR1KzeIx09
— IndiaTodayFLASH (@IndiaTodayFLASH) February 28, 2025
22 ફેબ્રુઆરીના રોજ સાડા 17 વર્ષના પાડોશીએ કથિત રીતે નશાની હાલતમાં 5 વર્ષની બાળકીને તેના ઘરના ધાબા પરથી લલચાવી અને નજીકના એક નિર્જન ઘરમાં લઈ ગયો. ત્યાં, યુવકે છોકરી પર જાતીય હુમલો કર્યો અને વારંવાર તેનું માથું દિવાલ સાથે અથડાવ્યું.
2 કલાકની શોધખોળ બાદ, બાળકી તેના પરિવારના સભ્યોને લોહીથી લથપથ હાલતમાં મળી આવી. આ ક્રૂર ગુના બાદ, બાળકીના પરિવારે માંગ કરી છે કે આરોપીને ફાંસી આપવામાં આવે અથવા ભરબજારે ગોળી મારી દેવામાં આવે.