Saturday, March 15, 2025
More

    માનવ તસ્કરીના રેકેટમાં સામેલ કેનેડાની 260 કોલેજો, અમેરિકામાં ઘૂસણખોરી કરવા લીધા ₹60 લાખ: ગુજરાતના એક પરિવારનું બોર્ડર પર ઠંડીથી મોત

    ત્રણ વર્ષ પહેલાં એક પટેલ પરિવારને ગેરકાયદેસર રીતે નોકરી આપતા યુએસ એજન્ટો સામે EDની તપાસમાં માનવ તસ્કરોની આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનો (syndicate of human trafficking) ખુલાસો થયો હતો. કેનેડામાં ઓછામાં ઓછી 260 કોલેજો (260 Canada Colleges) અને યુનિવર્સિટીઓ સાથે તેના સંપર્કો હતા. તેઓ કેનેડા થઈને યુએસ જવા માટે ‘ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ’ને (illegal immigrants) સ્ટુડન્ટ વિઝા (Student Visa) આપે છે. ઉલ્લેખનીય છે કે કેનેડા થઈને અમેરિકામાં પ્રવેશ કરતી વખતે ગુજરાતના જગદીશ પટેલ, તેમની પત્ની અને બે બાળકો -37 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં મૃત્યુ પામ્યા હતા.

    આ એજન્ટો અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ માટે સ્ટુડન્ટ વિઝા આપવા માટે વ્યક્તિ પાસેથી ₹50-60 લાખ સુધી વસૂલે છે. આ માટે, તેઓ કેનેડિયન કોલેજોમાં પ્રવેશ દર્શાવે છે અને તેમને વિદ્યાર્થી વિઝા આપવામાં આવે છે અને કેનેડા મારફતે અમેરિકામાં ઘૂસણખોરી કરાવવામાં આવે છે. EDની તપાસમાં જાણવા મળ્યું છે કે મુંબઈ અને નાગપુરના બે એજન્ટો દ્વારા દર વર્ષે 35 હજારથી વધુ લોકોને કેનેડા મોકલવામાં આવે છે.

    ED અનુસાર, આ રેકેટમાં ગુજરાતના 1700 એજન્ટો અને દેશભરના 3500 એજન્ટો સામેલ છે. એજન્સીને આશંકા છે કે આ મામલાની તપાસ શરૂ થઈ ગઈ હોવા છતાં હજુ પણ 800 જેટલા એજન્ટો આ કામ સાથે સંકળાયેલા છે. આ કેસમાં EDએ મુંબઈ, નાગપુર, ગાંધીનગર અને વડોદરામાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા. EDએ તેની સાથે જોડાયેલા બેંક ખાતામાંથી ₹19 લાખ રૂપિયા પણ જપ્ત કર્યા છે.