Thursday, March 6, 2025
More

    25 હજાર મતદાર કાર્ડ, પણ ‘નંબર’ એક જ… બંગાળની 11 વિધાનસભાનો હાલ: ભારતમાં ઘૂસણખોરોને સ્થાયી કરવાના ષડયંત્રની તપાસ કરી રહી છે ECI

    ભારતના ચૂંટણી પંચને (ECI) પશ્ચિમ બંગાળની (West Bengal) 11 વિધાનસભા મતવિસ્તારોમાં સમાન સીરીયલ નંબરવાળા 25,000 મતદાર કાર્ડ (Voting Card) મળ્યા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ 7.4 કરોડ નામો ધરાવતી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કર્યાના દિવસો બાદ આ સામે આવ્યું છે. મતદાર યાદીમાંથી લગભગ 16 લાખ નામો કાઢી નાખવામાં આવ્યા છે અથવા તો સુધારી દેવામાં આવ્યા છે.

    બોનગાંવ દક્ષિણ અને મટીગારા-નકસલબારી વિધાનસભા મતવિસ્તારમાં સરખા નંબરના સૌથી વધુ મતદાર કાર્ડ મળી આવ્યા છે. આમાં બોનગાંવની સરહદ બાંગ્લાદેશ સાથે છે અને માટીગારા-નકસલવાડીની સરહદ નેપાળ સાથે છે. આ સિવાય મધ્યગ્રામ, રાજારહાટ-ગોપાલપુર, કેનિંગ પૂર્વા, બરુઈપુર પૂર્વા અને પશ્ચિમ, કુર્સિઓંગ, સિલીગુડી, બોનગાંવ નોર્થ અને ફલાકાતામાં પણ નકલી મતદાર કાર્ડ મળી આવ્યા છે.

    ECI અધિકારીએ ‘ધ ટેલિગ્રાફ’ને જણાવ્યું, “અમે જિલ્લા વહીવટીતંત્રને તમામ મતદાર કાર્ડને ભૌતિક રીતે ચકાસવા અને મતદાર યાદીમાંથી ડુપ્લિકેટ્સ દૂર કરવા જણાવ્યું છે… અમે તપાસ કરી રહ્યા છીએ કે શું આ માનવીય ભૂલ છે કે વિદેશીઓને ભારતીય તરીકે પસાર કરવાની દૂષિત યોજનાનું પરિણામ છે.”