Wednesday, June 25, 2025
More

    NDAની 148મી પાસિંગ આઉટ પરેડમાં રચાયો ઈતિહાસ: પ્રથમ વખત 17 મહિલા કેડેટ્સે લીધો ભાગ, ભવિષ્યમાં બનશે આર્મી-નેવી-એરફોર્સની અધિકારી

    નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA) ખાતે યોજાયેલ 148મી પાસિંગ આઉટ પરેડમાં (Passing Out Parade) ઈતિહાસ રચાયો, જ્યાં પ્રથમ વખત 17 મહિલા કેડેટ્સે (17 Women Cadets) ભાગ લીધો હતો. આ પ્રસંગ ભારતના સૈન્ય ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના છે કારણ કે આ મહિલાઓની પ્રથમ બેચ છે.

    આ વર્ષે, એનડીએના પાસિંગ આઉટ પરેડમાં કુલ 300 કેડેટ્સે ભાગ લીધો, જેમાંથી 17 મહિલા કેડેટ્સે પોતાની પ્રશિક્ષણ પૂર્ણ કરીને આ ઐતિહાસિક ક્ષણનો હિસ્સો બની. આ મહિલા કેડેટ્સે 2022માં સુપ્રીમ કોર્ટના મહિલાઓને આ પ્રતિષ્ઠિત સંસ્થામાં પ્રવેશની મંજૂરી આપવાના નિર્ણય બાદ NDAમાં પ્રવેશ મેળવ્યો હતો.

    પુણેના ખડકવાસલા ખાતે યોજાયેલી આ પરેડમાં દેશના વિવિધ ભાગોમાંથી આવેલા કેડેટ્સે પોતાની કુશળતા અને શિસ્તનું પ્રદર્શન કર્યું. આ કાર્યક્રમમાં ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓ, મહાનુભાવો અને કેડેટ્સના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

    નોંધનીય છે કે ડિવિઝન કેડેટ કેપ્ટન શ્રુતિ દક્ષે બેચલર ઓફ આર્ટસ સ્ટ્રીમમાં સર્વોચ્ચ ક્રમ મેળવ્યો હતો. કેડેટ લકી કુમાર, બટાલિયન કેડેટ કેપ્ટન પ્રિન્સ કુમાર સિંઘ કુશવાહા અને કેડેટ કેપ્ટન ઉદયવીર સિંઘ નેગી અનુક્રમે સાયન્સ, કમ્પ્યુટર સાયન્સ અને બી. ટેક સ્ટ્રીમમાં પ્રથમ ક્રમે રહ્યા હતા.

    આ વર્ષે પાસ આઉટ થયેલ 17 મહિલા કેડેટ્સ ભારતીય સેના, નૌસેના અને વાયુસેનામાં અધિકારી તરીકે જોડાશે, જે દેશ માટે ગૌરવની ક્ષણ છે.