Wednesday, March 26, 2025
More

    દિલ્હીની 16 શાળાઓને મળી બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી: પોલીસ અને ફાયર વિભાગના કાફલા ઘટનાસ્થળે, તપાસ શરૂ

    રાજધાની દિલ્હીની (Delhi) 16 શાળાઓને (Schools) ફરીથી બૉમ્બથી (Bomb Threat) ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, ધમકી કોલ દ્વારા આપવામાં આવી હતી. પહેલો કોલ 4:30 કલાકે આવતો હતો. જે બાદ પોલીસની ટીમો અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. કોલ સિવાય ઇ-મેઇલ પરથી પણ ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

    હાલ પોલીસ તમામ શાળાઓમાં તપાસ કરી હોવાનું સામે આવ્યું છે. હમણાં સુધીની તપાસમાં કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. 16 સ્કૂલને ધમકી આપવામાં આવી હતી, જેમાં ભટનાગર પબ્લિક સ્કૂલ, પશ્ચિમ વિહાર, કેમ્બ્રિજ સ્કૂલ જેવી જાણીતી શાળાઓ પણ સામેલ હતી.

    નોંધવા જેવું છે કે, આ કોઈ પહેલી વખત નથી કે, દિલ્હીની શાળાઓને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોય. આ પહેલાં પણ આવી અનેક ઘટનાઓ નોંધાઈ હતી. હાલ પોલીસ તે અંગે તપાસ કરી રહી છે.