મુંબઈ પોલીસે (Mumbai Police) 8 ફેબ્રુઆરીએ ગેરકાયદે ઘૂસણખોરી કરતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે નવી મુંબઈ સહિતના સ્થળો પર ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 16 બાંગ્લાદેશી ઘૂસણખોરો (Bangladeshi Intruders) ઝડપાયા હતા.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં 9 મહિલાઓ અને 7 પુરુષોનો સમાવેશ થાય છે. આ અંગેનો ગુનો ડોંગરી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. મુંબઈના ડોંગરી પોલીસ સ્ટેશને માનખુર્દ, વાસી નાકા, કલ્યાણ, મુમ્બ્રા, કલંબોલી, પનવેલ, કોપરખૈર વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા.
અહેવાલ અનુસાર, અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કાર્યવાહી કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ડોંગરી પોલીસ સ્ટેશને 14 ટીમો બનાવી, ત્યારબાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.
નોંધનીય છે કે, આ પહેલાં પણ મુંબઈ પોલીસે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડ કરી હતી. જેમાં 2 મહિલાઓ 20 વર્ષથી કોઈપણ દસ્તાવેજો વિના મીરાં રોડ વિસ્તારમાં રહેતી હોવાનું સામે આવ્યું હતું.