પાટણ જિલ્લાની ધારપુર મેડિકલ કોલેજમાં (Dharpur Medical College Patan) થયેલા રેગિંગકાંડ (Raging) મામલે પોલીસે કાર્યવાહી તેજ કરી હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, રેગિંગ બાદ એક વિદ્યાર્થીના મોતને લઈને પોલીસે 15 સિનિયર વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. તે તમામ આરોપીઓને બાલિસડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જ્યાં એક રાત તેમને જેલમાં રાખવામાં આવ્યા હતા.
આ ઘટના બાદ મંગળવારે (19 નવેમ્બર) તમામ વિદ્યાર્થીઓને ધારપુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તમામનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જ્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, મંગળવારે જ તે તમામ આરોપીને પાટણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
પોલીસે 15 વિદ્યાર્થીઓ સામે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. તે તમામ વિદ્યાર્થીઓએ તેના જુનિયર વિદ્યાર્થીનું રેગિંગ કર્યું હતું. જે બાદ જુનિયર વિદ્યાર્થીનું મોત પણ થયું હતું. ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.