Sunday, June 22, 2025
More

    રથયાત્રા પહેલાં અમદાવાદમાં પ્રભુ જગન્નાથની 148મી પારંપરિક ‘જળયાત્રા’: નિજ મંદિરમાં કરાશે જળાભિષેક

    27 જૂનના રોજ અષાઢ સુદ બીજને લઈને ભગવાન જગન્નાથજીની પારંપરિક 148મી રથયાત્રા યોજાશે. રથયાત્રાની પ્રારંભની વિધિ એટલે કે જળયાત્રા બુધવારે (11 જૂન યોજવામાં આવી છે. આ વર્ષે જળયાત્રા માટેનું જળ સાબરમતી નદીમાંથી ભરવામાં આવ્યું છે. જેના કારણે આ વર્ષની જળયાત્રામાં જળ ભરવાની વિધિ ઐતિહાસિક બની છે.

    જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી, બળદેવજી સરસપુરમાં રણછોડરાયજી મંદિર ખાતેના મોસાળમાં રોકાણ માટે જશે. સ્થાનિકોમાં આ ઉસત્વને લઈને ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે 8 વાગ્યે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતેથી શોભાયાત્રા શરૂ થઈ હતી.

    સવારે ગંગાપૂજન વિધિ કરવામાં આવી હતી. પૂજન બાદ 108 કળશમાં જળ ભરીને મંદિરમાં લાવી ભગવાન જગન્નાથની પૂજન વિધિ કરીને મહાજળાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ ગણેશજીના સ્વરૂપમાં ભગવાન જગન્નાથજીના અતિવિશિષ્ટ ગજવેશ શણગાર પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બપોરના સમયે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે.