Monday, February 3, 2025
More

    ભીડમાં ઘૂસ્યા કેટલાક લોકો અને થઈ નાસભાગ: રિપોર્ટમાં દાવો- મહાકુંભ ક્ષેત્રના AI કેમેરામાં દેખાયા 120 શંકાસ્પદ, STF કરી રહી છે તપાસ

    પ્રયાગરાજમાં (Prayagraj) મહાકુંભમાં (Mahakumbh) મૌની અમાસના દિવસે થયેલી નાસભાગને (Stampede) લઈને હવે સતત નવા સમાચાર સામે આવી રહ્યા છે. યુપી STF આ મામલે ‘કાવતરા’ના એંગલની તપાસ કરી રહી છે. નાસભાગના સમયે સંગમ ઘાટ પર રહેલા મોબાઈલ નંબર ચેક કરવાની સાથે મહાકુંભ ક્ષેત્રના AI કેમેરાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

    આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે હવે દૈનિક ભાસ્કરે દાવો કર્યો છે કે, STFને પોતાની તાપસ દરમિયાન 120 શંકાસ્પદો દેખાયા છે. રિપોર્ટ મુજબ, કેટલાક લોકો મૌની અમાસના દિવસે ભીડમાં ઘૂસી ગયા હતા અને તે બાદ જ નાસભાગ શરૂ થઈ હતી. જોકે, આ પહેલાં નાસભાગમાં ફસાયેલા લોકોએ પણ એવો દાવો કર્યો હતો કે, કેટલાક લોકો ભીડમાં ઘૂસ્યા બાદ નાસભાગ થઈ હતી.

    પોલીસે AI કેમેરામાં 120 શંકાસ્પદોની ઓળખ કરી છે. હાલ પોલીસ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી રહી છે. STFએ ઘટના સમયે ત્યાં હાજર રહેલા 16 હજાર મોબાઈલ નંબરો પર શોધ્યા છે. તેમાંથી એવા નંબરો પર તપાસ કરવામાં આવી રહી છે, જે નાસભાગ બાદથી બંધ બતાવી રહ્યા છે. હાલ તપાસ ચાલી રહી છે.