એર ઇન્ડિયાએ (Air India) સોમવારે (9 ડિસેમ્બર) પુષ્ટિ કરી છે કે, તેણે વધુ 100 એરબસ વિમાન (Airbus Aircraft) ખરીદવા માટેનો ઓર્ડર (Order) આપ્યો છે. જેમાં A312 NEO સહિત 10 વાઈડબોડી A350 અને 90 નેરોબોડી A320 ફેમિલી વિમાનનો સમાવેશ થાય છે. એર ઇન્ડિયાના આ ઓર્ડરથી એરલાઇન્સમાં વધુ એડવાન્સ વિમાનો પણ સામેલ થશે.
નોંધવા જેવું છે કે, ગયા વર્ષે જ એરબસ પાસેથી 470 નવા વિમાન ખરીદવામાં આવ્યા હતા. જે બાદ હવે ફરીથી ઓર્ડર આપવામાં આવ્યો છે. 2023માં એર ઇન્ડિયાએ એરબસ પાસેથી કુલ 350 વિમાન ઓર્ડર કર્યા હતા. આ ઉપરાંત એર ઇન્ડિયાએ આ વિમાનોની સંભાળ અને મેન્ટેનન્સ માટે પણ કરાર કર્યો છે.
એર ઇન્ડિયાએ જણાવ્યું છે કે, તેણે એરબસની ‘ફ્લાઇટ ઓવર સર્વિસેસ-કમ્પોનેટ (FHS-C)ની પસંદગી કરી છે. આ સેવા નવા વિમાનની સંભાળ અને મેન્ટેનન્સને ખૂબ સરળ બનાવશે. આ સાથે જ એર ઇન્ડિયાએ કહ્યું છે કે, તેનાથી પ્રવાસીઓને પણ ખૂબ સારી સુવિધા મળી શકશે.