Wednesday, April 23, 2025
More

    10 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો, ગળું કાપીને હત્યા કરી, શવને છઠ્ઠા માળેથી નીચે ફેંક્યું: થાણે પોલીસે કરી આરોપી આસિફ મન્સૂરીની ધરપકડ

    મહારાષ્ટ્રના (Maharashtra) થાણેથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. માહિતી અનુસાર 10 વર્ષની બાળકી પર બળાત્કાર (Rape on Minor) ગુજાર્યા બાદ ગળું કાપીને તેની હત્યા (Murder) કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીએ છઠ્ઠા માળે આવેલા તેના ફ્લેટના બાથરૂમની બારીમાંથી બાળકીનું શવ નીચે ફેંકી દીધું હતું. પોલીસે 20 વર્ષીય આરોપી આસિફ અકબર મન્સૂરીની ધરપકડ કરી છે.

    અહેવાલ અનુસાર આ ઘટના 7 એપ્રિલની રાત્રે મુમ્બ્રાના સમ્રાટ નગર વિસ્તારમાં બની હતી. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન ડિઝાસ્ટર મેનેજમેન્ટના વડા યાસીન તડવીએ જણાવ્યું હતું કે ઘટનાની માહિતી રાત્રે 11:48 વાગ્યે મળી હતી.

    પોલીસે જણાવ્યું કે આરોપીના ફ્લેટની તલાશી લેવામાં આવી હતી. ત્યાંથી પુરાવા મળ્યા છે. આરોપીઓએ લાશને ઇમારતની પાછળની ગટરમાં ફેંકી દીધી હતી. નજીકમાં રહેતા લોકોએ તેનો અવાજ સાંભળ્યા બાદ મૃતદેહ જોયો હતો.

    આરોપી બિહારના બાંકા જિલ્લાના સુલતાનપુરનો રહેવાસી છે. તે છોકરીને રમકડાની લાલચ આપીને પોતાની સાથે લઈ ગયો. આ પછી, તેણે છઠ્ઠા માળે તેના ફ્લેટમાં આ ગુનો આચર્યો હતો. જે ઇમારતમાં આ ઘટના બની તે 10 માળ ઊંચી છે.

    પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની (IPC) કલમ 103 (હત્યા) અને 238 (ગુનાના પુરાવા ગાયબ કરવા અથવા ગુનેગારની ઓળખ છુપાવવા માટે ખોટી માહિતી આપવી) અને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ (POCSO) અધિનિયમની જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો હતો.