કોંગ્રેસ શાસિત રાજ્ય કર્ણાટકમાં (Congress-ruled Karnataka) બાળ જાતીય ગુનાઓમાં (child sexual crimes) ભારે વધારો થયો છે. વર્ષ 2025ના પહેલા બે મહિનામાં, દરરોજ સરેરાશ 10 POCSO સંબંધિત કેસ નોંધાયા હતા. વર્ષ ૨૦૨૪માં 8233 કેસ નોંધાયા હતા, જે 2023 કરતાં 7% વધુ છે. આમાંથી 4003 પોક્સો કેસ હતા, જે 2021ની સરખામણીમાં 38.89%નો આશ્ચર્યજનક વધારો દર્શાવે છે.
સૌથી દુઃખદ વાત એ છે કે 2021થી 2024 દરમિયાન બાળકો વિરુદ્ધના ગુનાઓના 13,990 કેસમાંથી ફક્ત 353 કેસોમાં જ સજા થઈ. બાળકો વિરુદ્ધ જાતીય ગુનાઓના આરોપીઓમાંથી 26%થી વધુ લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.
કર્ણાટકમાં, વર્ષ 2024માં બાળ મજૂરીના 105 કેસ, કિશોર ન્યાયના 142 કેસ અને બાળ લગ્નના 152 કેસ પણ નોંધાયા હતા. ગયા વર્ષે, રાજ્યભરમાં 3,766 બાળકોનું અપહરણ થયું હતું.
બાળ અધિકાર કાર્યકર્તા વાસુદેવ શર્મા કહે છે કે પોલીસની બેદરકારી અને ખામીયુક્ત તપાસને કારણે ન્યાય મેળવવો મુશ્કેલ બની રહ્યો છે. બાળકોને માનસિક મદદની સખત જરૂર છે, જે સરકાર પૂરી પાડી રહી નથી.