Thursday, March 27, 2025
More

    ફ્લાઈટ્સ બાદ હવે હોટેલોને બૉમ્બની ધમકી: લખનૌની 10 હોટેલોને મળ્યા મેઇલ, માંગ્યા 55 હજાર ડોલર

    તાજેતરમાં એરલાઈન્સને બૉમ્બની ધમકીઓ મળ્યા બાદ હવે આવું હોટેલો સાથે થતું જોવા મળી રહ્યું છે. હમણાં જ રાજકોટ સહિતનાં શહેરોની હોટેલોને ધમકી આપવામાં આવી હતી. હવે લખનૌની 10 મોટી હોટેલોને ઈ-મેઇલ થકી ધમકી આપવામાં આવી છે અને પૈસાની માંગણી કરવામાં આવી છે. 

    ધમકી ઈ-મેઇલ દ્વારા આપવામાં આવી છે અને તેમાં ₹55 હજારની માંગણી કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું કે, “હોટેલના ગ્રાઉન્ડ ફ્લોર પર એક કાળા રંગની બેગમાં બૉમ્બ મૂકવામાં આવ્યો છે. મને $55,000 આપી દો નહીંતર હું વિસ્ફોટ કરી દઈશ અને ચારેકોર લોહીની નદીઓ વહેશે. જો બૉમ્બને ડિફ્યુઝ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો પણ તે ફૂટી જશે.”

    આ પ્રકારના ઇમેઇલ મેરિયટ, કમ્ફર્ટ વિસ્ટા, લેમન ટ્રી, કાસા વગેરે જેવી કુલ દસેક હોટલને મળ્યા છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. 

    ઉલ્લેખનીય છે કે તાજા ભૂતકાળમાં જ સેંકડો ફ્લાઇટોને આવી ધમકી મળી ચૂકી છે અને તેના કારણે એવિએશનમાં અવ્યવસ્થા પણ સર્જાઈ હતી. એજન્સીઓ આ મામલે સતર્ક છે અને તપાસ કરી રહી છે.