Wednesday, November 6, 2024
More

    રતન ટાટાના દેહાંત પર ગુજરાતમાં એક દિવસનો રાજકીય શોક: સરકારી નોટિફિકેશન

    બુધવારે ભારતના અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટાનું મૃત્યુ થયું હતું. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેઓએ છેલ્લા શ્વાસ લીધા હતા. ગુરુવારે સવારે પૂરા રાજકીય સન્માન સાથે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.

    મહારાષ્ટ્ર અને ઝારખંડમાં રતન ટાટાના દેહાંતને ધ્યાને લઈને ગુરુવારના (10 ઓક્ટોબર) રોજ રાજકીય શોક પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ જ હરોળમાં હવે ગુજરાત સરકારે પણ એક દિવસના રાજકીય શોકની ઘોષણા કરી છે.

    ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ રાજકીય શોક દરમિયાન દરેક સરકારી બિલ્ડિંગ પર લાગેલા રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ રાખવામાં આવે. ઉપરાંત સૂચના અપાઈ છે કે આ દિવસે કોઈ કાર્યક્રમ કે ઉજવણી કરવામાં ના આવે.