Saturday, November 2, 2024
More

    ફહીમુલ્લા સ્કૂલવાનમાં કરતો હતો દારૂની હેરફેર, અમદાવાદમાં LCBએ દરોડા પાડીને કરી 5ની ધરપકડ

    અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક બુટલેગર ભોળા બાળકોની સ્કૂલવાનમાં દારૂની હેરફેર કરતો હતો. પોલીસે મુખ્ય આરોપી ફહીમુલ્લા સમેત 5ની ધરપકડ કરી છે.

    સ્કૂલવાનમાં દારૂનો જથ્થો રાખીને તેની હેરાફેરી કરાતી હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. અમદાવાદ ઝોન 2ની LCBની ટીમ દ્વારા દરોડા પાડીને સમગ્ર રેકેટ ઝડપી પાડવામાં આવ્યું હતું. પોલીસે બુટલેગર ફહીમુલ્લા ખાન પઠાણ સહિત 5 આરોપીઓની ધરપકડ કરી હતી.

    તપાસમાં સામે આવ્યું કે સવારે સ્કૂલવાનનો ઉપયોગ બાળકોને શાળાએ લેવા મૂકવા માટે થતો હતો. તથા રાત્રે એ જ સ્કૂલવાનનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે કરવામાં આવતો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

    ઉલ્લેખનીય છે કે જે વાનમાં બાળકોને સવારે શાળાએ લઇ જવામાં આવતા હતા એ જ વાનમાં રાત્રિના સમયે સોહેલ દારૂની હેરાફેરી કરતો હતો. મહત્વની બાબત એ છે કે મુસ્લિમ વાન ડ્રાઈવર બાળકોના જીવને જોખમમાં મૂકીને આ રેકેટ ચલાવતો હતો જે LCB દ્વારા ઉઘાડું પાડવામાં આવ્યું છે.