Wednesday, April 24, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજનજે ગીતમાં હનુમાન ભક્ત બ્રાહ્મણ ખવડાવે છે ચિકન, તે મુદ્દે ડાયરેક્ટર કબીર...

    જે ગીતમાં હનુમાન ભક્ત બ્રાહ્મણ ખવડાવે છે ચિકન, તે મુદ્દે ડાયરેક્ટર કબીર ખાને કહ્યું- આ ફિલ્મનું ‘રાજકીય ગીત’, બીફ બેન પર ચર્ચા વખતે આવ્યું હતું

    ફિલ્મોમાં રાજકારણનું મહત્વ પોતાની જ ફિલ્મ બજરંગી ભાઈજાનના એક લોકપ્રિય ગીતનું ઉદાહરણ આપીને સમજાવતા કબીર ખાન કહે છે કે, “કોઈ પણ વ્યક્તિ કે કોઈ ફિલ્મ નિર્માતા બિનરાજકીય રહી શકે નહીં.”

    - Advertisement -

    બોલિવુડ ફિલ્મ ડાયરેક્ટર કબીર ખાને હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મો અને રાજકારણ મુદ્દે વાતો કરતા ફિલ્મોમાં કઈ રીતે રાજકારણ સામેલ કરી શકાય તે મુદ્દે મત રજૂ કર્યો હતો. ઉપરાંત તેમણે ફિલ્મ અને રાજકારણ મુદ્દે તેમની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ વિશે તેમજ તેમાં આવતા ‘ચિકન સોંગ’ અંગે પણ ઉલ્લેખ કર્યો હતો. કબીર ખાનના આ નિવેદનની ખૂબ ચર્ચા થઇ રહી છે.

    ‘બોલિવુડ હંગામા’ને આપેલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં ફિલ્મોમાં રાજકારણનું મહત્વ સમજાવતા કબીર ખાને કહે છે કે, “કોઈ પણ વ્યક્તિ કે કોઈ ફિલ્મ નિર્માતા બિનરાજકીય રહી શકે નહીં.” ઉપરાંત તેમણે સ્ટોરીટેલિંગનું મહત્વ સમજાવતા તેમની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’નો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે તેમાં આવતું પ્રખ્યાત ‘ચિકન સોંગ’ ફિલ્મોમાં રાજકારણને કઈ રીતે સામેલ કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ છે.

    કબીર ખાન કહે છે, “હું કાયમ સાંભળું છું. અને હું જયારે એ સાંભળું છું ત્યારે ચિંતિત થઇ જાઉં છું કે ઇન્ડસ્ટ્રીમાં લોકો કહે છે કે અમે બિનરાજકીય છીએ. મારું મંતવ્ય એવું છે કે જો તમે માણસ છો તો તમે બિનરાજકીય રહી શકો નહીં. જે પદ્ધતિથી અમે ફિલ્મોમાં પાત્રો દર્શાવીએ છીએ એ અમારા રાજકારણને પ્રતિબિંબિત કરે છે. ક્યારેક પોતાને બિનરાજકીય ગણાવવું એ માત્રને માત્ર તમારા વિશેષાધિકારની મજાક ઉડાવવા સમાન છે. કારણ કે તેનો અર્થ એ થયો કે દેશમાં જે બની રહ્યું છે તેનાથી તમને કોઈ અસર નથી થઇ રહી.”

    - Advertisement -

    ફિલ્મમાં રાજકારણ કઈ રીતે સામેલ કરી શકાય તેનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, ચિકન સોંગ બાળકોમાં લોકપ્રિય ગીત માનવામાં આવે છે, પરંતુ તે ફિલ્મનું રાજકીય ગીત પણ છે કારણ કે તે એવા સમયે રિલીઝ થયું હતું જયારે બીફ પર પ્રતિબંધ મૂકવાની વાતો ચાલી રહી હતી. આ ગીત કહેવા માંગે છે કે, ચૌધરી ઢાબા જે- ભારત માટે રૂપક છે. તે અડધું વેજ છે અને અડધું નોન વેજ. તમે નક્કી કરો કે તમારે શું ખાવું છે અને પછી આપણે બધા એકસાથે બેસીને જમી શકીએ છીએ. એ જ રીતે તમે રાજકારણમાં સામેલ થઇ જાવ છો.”

    અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ બજરંગી ભાઈજાનમાં સલમાન ખાને પવન કુમાર ચતુર્વેદી નામના એક શુદ્ધ શાકાહારી અને હનુમાનજીના ભક્ત બ્રાહ્મણ વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું. જોકે, શાકાહારી અને ધાર્મિક હોવા છતાં તે એક મુસ્લિમ બાળકી મુન્નીને એક ઢાબામાં ચિકન ખાવા માટે લઇ જાય છે અને ત્યાં જ તે કરીના કપૂર ખાન સાથે ગીત ‘કુક-ડૂ-કુ’ ગાય છે અને તેની ઉપર ડાન્સ કરે છે.

    બજરંગી ભાઈજાન ફિલ્મ વર્ષ 2015 માં આવી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન, કરીના કપૂર ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી અને હર્ષાલી મલ્હોત્રા સહિતના કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ એક હનુમાન ભક્ત હિંદુ યુવક પવનની વાર્તા હતી જે એક મૂંગી-બહેરી મુસ્લિમ પાકિસ્તાની યુવતીને જીવની બાજી લગાવીને તેના વતન પહોંચાડે છે. રિપોર્ટ અનુસાર, જલ્દીથી આ ફિલ્મની સિકવલ પણ આવશે અને જેનું નામ ‘પવનપુત્ર ભાઈજાન’ હશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં