Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટUS ગન વાયોલેન્સ : ભારતીય મહિલા એટલાન્ટામાં બંદૂકની અણી પર લૂંટાઈ, સુરક્ષિત...

    US ગન વાયોલેન્સ : ભારતીય મહિલા એટલાન્ટામાં બંદૂકની અણી પર લૂંટાઈ, સુરક્ષિત પરત આવવા માટે ભારતીય દૂતાવાસને શ્રેય આપ્યો

    પ્યુ રિસર્ચના રિપોર્ટ અનુસાર, US ગન વાયોલેન્સ માં અમેરિકાએ તેના ઈતિહાસમાં સૌથી ખરાબ શસસ્ત્ર હિંસા જોઈ છે, છેલ્લા બે દાયકામાં લગભગ 20,000 અમેરિકનોએ બંદૂકોના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

    - Advertisement -

    US ગન વાયોલેન્સ વધી રહ્યું છે તેવામાં યુનાઇટેડ સ્ટેટ્સમાં બંદૂક નિયંત્રણ કાયદાને લઈને લાંબા સમયથી વાકયુદ્ધ ચાલી રહ્યું છે. નાગરિકો અવારનવાર સામૂહિક ગોળીબાર થી ત્રસ્ત થયા છે , ઘણાં લાંબા સમયથી આ મુદ્દા પર વિવાદ ચાલી રહ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં દર ત્રીજા વ્યક્તિ પાસે આત્મરક્ષણ માટે હથિયાર છે, કેટલાક મોટા શહેરોમાં વધતી હત્યાઓના દરથી લઈને સામૂહિક ગોળીબાર સુધીની હિંસામાં મોટો વધારો થયો છે. US ગન વાયોલેન્સ અટકાવવા માટે અસરકારક પગલાઓની માંગ થઇ રહી છે.

    પ્યુ રિસર્ચના રિપોર્ટ અનુસાર, US ગન વાયોલેન્સ માં અમેરિકાએ તેના ઈતિહાસમાં સૌથી ખરાબ શસસ્ત્ર હિંસા જોઈ છે, છેલ્લા બે દાયકામાં લગભગ 20,000 અમેરિકનોએ બંદૂકોના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. તાજેતરના ટેક્સાસ ગોળીબાર ઘટનાને ધ્યાનમાં લઈએ તો થોડા દિવસો પહેલા, ટેક્સાસના ઉવાલ્ડે શહેરમાં રોબ એલિમેન્ટરી સ્કૂલમાં એક બંદૂકધારીએ ગોળીબાર કર્યા પછી લગભગ 19 બાળકો અને બે શિક્ષકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. પોલીસે પુષ્ટિ કરી હતી કે આરોપી 18 વર્ષીય હાઇસ્કૂલના છોકરા પાસે હેન્ડગન, એક AR-15 સેમી-ઓટોમેટિક રાઇફલ હતી અને તેની પાસે ઉચ્ચ ક્ષમતાવાળા મેગેઝિન હતા જેનો ઉપયોગ તેણે નાગરિકોને મારવા માટે કર્યો હતો. બાદમાં US ગન વાયોલેન્સ માં આરોપીને ગોળી મારી દેવામાં આવી હતી.

    દરમિયાન, US ગન વાયોલેન્સ દરમિયાન હત્યાકાંડમાં જીવ ગુમાવનારા 7 થી 10 વર્ષની વયના બાળકોના પરિવારો હજુ પણ સદમામાં છે, આ ઘટનામાં ભૂલ ના તો બાળકોની હતી કે ના તો તેમના પરિવારની, US ગન વાયોલેન્સ માં ભૂલ હતી તો તે બંદુકધારી યુવાનની જે તથાકથિત રીતે સ્વરક્ષણ માટે હથિયાર રાખતો હતો. હથિયાર રાખનારા લોકો પાસે હથિયાર રાખવાનું એક મોટું કારણ આત્મરક્ષણ છે.

    - Advertisement -

    તો બીજી તરફ એક ભારતીય મહિલા પણ આવીજ એક ઘટનાનો શિકાર બની હતી, થોડા સમય પહેલા ભારતીય મુલની મહિલા એક પારિવારિક કામથી અમેરિકા ગઈ હતી જ્યાં બે હથિયારધારી અમેરિકન પુરુષોએ તેને બંદુકની અણીએ લુંટી લીધી હતી.

    થાણેની રહેવાસી અર્પિતા પટેલ અમેરિકાના પ્રવાસ દરમિયાન બંદૂકની અણીએ લૂંટી લેવામાં આવી હતી.

    આ ઘટના ગત 12 એપ્રિલની છે, જ્યારે મહારાષ્ટ્રના થાણેની રહેવાસી અર્પિતા પટેલ તેમના સંબંધીઓને મળવા અને પારિવારિક પ્રસંગમાં હાજરી આપવા માટે યુએસ એટલાન્ટાની મુસાફરી કરી હતી, અને તેણીના પરિવારને મળવા કેનેડાની મુલાકાત લેવાની યોજના બનાવી હતી. દરમિયાન એટલાન્ટા એરપોર્ટ પર તેના પિતરાઈ ભાઈ તેમને રીસીવ કરવા આવ્યા હતા. તેઓના એરપોર્ટથી બહાર નીકળ્યાની લગભગ 20 મિનિટ પછી, અર્પિતા પટેલના ભાઈએ રસ્તામાં સ્થાનિક હોટલમાંથી જમવાનું લેવા માટે ગાડી ઉભી રાખી અને અર્પિતાને ગાડીમાં બેસી રહેવાનું કહ્યું હતું.

    અર્પિતાના ભાઈ માંડ 100 ડગલા ચાલ્યા હશે ત્યાજ 2 અમેરિકન માણસો હાથમાં બંદૂક સાથે આવી પહોંચ્યા અને અર્પિતા પટેલને કારમાંથી ઉતરી જવાની ધમકી આપી. તેઓએ તેણીની નાની બેગ છીનવી લીધી જેમાં તેણીએ પાસપોર્ટ સહિતના તમામ કાયદાકીય દસ્તાવેજો સાચવી રાખ્યા હતા. હુમલાખોરોએ તેણીના ગળામાં પણ ઇજા પહોંચાડી હતી, આ લુંટથી હેબતાઈ ગયેલા અર્પિતા કશું સમજે તે પહેલાજ લુંટારુઓ તેમનો તમામ સામાન, પૈસા અને સોનાના દાગીના અને કાર લઈને ભાગી છુટ્યા હતા,

    પીડિતાનું જેકેટ અને જૂતા ( સાભાર Opindia English)

    ત્યારબાદ પટેલે તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો અને મદદ માંગી. તેણીએ તેમને કહ્યું કે તેના તમામ કાનૂની દસ્તાવેજો ગયા છે અને તે કોઈપણ કિંમતે તેમને પાછા ઇચ્છે છે. પોલીસે સત્તાવાર ફરિયાદ નોંધી હુમલાખોરોને પકડવાની ખાતરી આપી હતી. પટેલે ભારતીય દૂતાવાસનો પણ સંપર્ક કરીને ભારત પરત ફરવા માટે મદદ માંગી હતી. દૂતાવાસના અધિકારીઓએ તેણીની વાત સાંભળી અને તેણીને તમામ રીતે મદદ કરી હતી.

    આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પટેલ તાજેતરમાં 22 મેના રોજ યુનાઇટેડ સ્ટેટ્સથી પરત ફર્યા બાદ ફેસબુક વોલ પર પોતાનો અનુભવ શેર કર્યો હતો. તે લખે છે કે “આ ઘટનાથી હું ખુબ હેબતાઈ ગઈ હતી, તેઓ મારો તમામ સમાન લુંટીને જતા રહ્યા, મારૂ પાકીટ, મારા બેગપેક બધીજ વસ્તુઓ લુટારાઓ બંદુકની અણીએ લુંટી ગયા, મારી પાસે માત્ર એક જોડી મોજા અને એક જેકેટ આ બેજ વસ્તુઓ બચી હતી. ”, તેણીએ પોસ્ટમાં જણાવ્યું હતું. તેણીએ ભારતીય દૂતાવાસની મદદ માટે પણ પ્રશંસા કરી અને સ્થાનિક યુએસ પોલીસ સાથેના તેણીના ખરાબ અનુભવનો ઉલ્લેખ પણ કર્યો.

    અર્પિતા પટેલની ફેસબુક પોસ્ટ ( સાભાર Opindia English)

    તેઓએ મારા USD 1500, સોનાના દાગીના અને મારો બધો સામાન લૂંટી લીધો’: અર્પિતા પટેલ OpIndia સાથે વાતચીત

    ઘટનાઓનું ચોક્કસ પગેરું જાણવા ટીમ OpIndiaએ અર્પિતા પટેલનો સંપર્ક કર્યો હતો. તેણીએ અમને આખી ડરામણી ઘટના કહી સંભળાવી. અને કહ્યું કે તે ક્ષણ દરમિયાન તેણીને માત્ર એક જ વસ્તુ મજબૂત બનાવી હતી તે તેના પરિવારના સભ્યો અને પોતાની જાતની યાદ હતી. “અમે એટલાન્ટા એરપોર્ટ છોડ્યાના 20 મિનિટ પછી હલાલ ગાય્સ રેસ્ટોરન્ટમાં પહોંચ્યા મારો પિતરાઈ ભાઈ ફૂડ પાર્સલ લેવા ગયો હતો અને કમનસીબે કારનો દરવાજો અનલોક છોડી ગયો હતો. કારમાં હું એકલીજ હતી. રેસ્ટોરન્ટમાં પ્રવેશતાની સાથે જ બે આફ્રિકન અમેરિકન છોકરાઓ એક ડ્રાઈવર સીટ પરથી અને બીજો પાછળના દરવાજેથી કારમાં પ્રવેશ્યા – . ડ્રાઇવરની સીટ પર બેઠેલાની પાસે બંદૂક હતી. તેણે મારી તરફ બંદૂક તાકી અને બૂમ પાડી- જાઓ, જાઓ, જાઓ, જાઓ. આ જ વાતચીત મેં તેમની પાસેથી સાંભળી હતી. તે ઇચ્છતો હતો કે હું કારમાંથી બહાર નીકળું. પણ મેં પ્રતિકાર કર્યો,”

    “ત્યારબાદ તેણે મારી બેકપેક છીનવી લીધી અને છીનવી લેતી વખતે મને ગરદનમાં ઈજા પહોંચાડી. ત્યારબાદ બંનેએ મારા બેકપેક જેમાં મારા તમામ દસ્તાવેજો અને મારા પૈસા હતા તે લઈને ભાગવાનો પ્રયાસ કર્યો. હું કારમાંથી ઉતરી અને તેમની પાછળ દોડવા લાગી કારણ કે મને મારા બધા દસ્તાવેજો પાછા જોઈતા હતા. ઉતાવળમાં મારા ડાબા પગમાં પણ ઈજા થઈ હતી. પરંતુ તેમાંથી એક લુટારો ફરી કારમાં ઘુસી ગયો અને આખી કાર લઈને ભાગી ગયો. મારો બધો સામાન લુંટાઈ ગયો. સદનસીબે, મારા ખિસ્સામાં મારો મોબાઈલ ફોન હતો. અમે 911 અને સ્થાનિક પોલીસને ફોન કર્યો. તેઓ આવી ગયા. અમે તેમને તમામ રીતે મદદ કરી અને એકાદ કલાક પછી કારને ટ્રેક કરવામાં આવી. જો કે અમને કાર મળી, તે બધી ખાલી હતી. અને મારા જેકેટ, મારા પગરખાં, મારું મતદાર આઈડી કાર્ડ અને મારી પુત્રીએ લખેલી ટૂંકી નોટ ‘આઈ લવ યુ’સિવાય મારી આખી બેગ લૂંટી લીધી હતી જેમાં USD 1500, મારા સોનાના દાગીના પણ હતા”.

    ચુંટણી કાર્ડ અને નોટ ( સાભાર Opindia English)

    ભારતીય એમ્બેસીએ તેને 3 દિવસમાં નવો પાસપોર્ટ મેળવવામાં મદદ કરી

    પટેલે જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસ સાથેનો તેમનો અનુભવ બિલકુલ સારો ન હતો પરંતુ ભારતીય દૂતાવાસે તેમને મદદ કરી હતી. “અમે ભારતીય દૂતાવાસને ફોન કર્યો. તેઓ અમારા પ્રત્યે ખૂબ જ લાગણીશીલ હતા. દૂતાવાસના મનજીત સિંહ નામના એક અધિકારીએ પહેલા પુષ્ટિ કરી કે મારી પાસે રહેવાની જગ્યા છે કે કેમ. હું રડતી હતો કારણ કે આ ઘટના પછી હું ઘેરા આઘાતમાં હતી. મેં તેમને કહ્યું કે મારા રોકાવાની ચિંતા નથી કારણ કે મારી પાસે મારા પિતરાઈ ભાઈના ઘેર રહેવાની જગ્યા છે. તેણે મને એક લિંક પર માર્ગદર્શન આપ્યું અને મને થોડા દસ્તાવેજો મેળવવા કહ્યું. જો કે મેં મારા તમામ દસ્તાવેજો ભૌતિક રીતે ગુમાવી દીધા હતા, મેં તેમને સોફ્ટ કોપી તરીકે સાચવી રાખ્યા હતા. થોડા દિવસો પછી, હું પ્રિન્ટ લઈને એમ્બેસીમાં પાછી ગઈ, અને ત્યાંના મુખ્ય અધિકારીને મળી. મેં તેમને આખો મામલો સમજાવ્યો. તેમણે 3 મિનિટમાં મારા બધા કાગળો મંજૂર કર્યા. અને પછીના ત્રણ દિવસમાં મને અમેરિકાથી 10 વર્ષનો માન્ય ભારતીય પાસપોર્ટ સોંપવામાં આવ્યો. આ એવી ઘટના છે જે હું ક્યારેય ભૂલીશ નહીં. ભારતીય દૂતાવાસ મારા માટે દેવદૂત સમાન બની હતી.

    યુએસ પોલીસ દ્વારા કાર્યવાહીનો અભાવ

    જ્યારે પોલીસ કેસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે, પટેલે કહ્યું કે સ્થાનિક પોલીસે એક શંકાસ્પદને ઓળખી કાઢ્યો હતો પરંતુ તેને પકડ્યો ન હતો. તેણીએ ઉમેર્યું કે જોકે પોલીસ અધિકારીઓ દાવો કરે છે કે તેઓ તપાસ કરી રહ્યા છે, તેણીને કેસ અંગે કોઈ પ્રગતિશીલ અપડેટ્સ પ્રાપ્ત થયા નથી. “જ્યારે અમે પોલીસને ફોન કર્યો, ત્યારે તેઓ ત્યાં પહોંચ્યા પરંતુ કારનું લોકેશન શોધવામાં નિષ્ફળ ગયા. હું અને મારા પિતરાઈ ભાઈએ અમે કારમાં છોડેલા એરપોડ્સના સ્થાનને ટ્રેક કરીને તેમને મદદ કરી હતી. પોલીસે કાર રિકવર કર્યા પછીના દિવસોમાં પણ, હું તેમને એરપોડ્સ છીનવી લેનારા લૂંટારાઓના લોકેશનના અપડેટ્સ આપતી રહી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેઓએ એક શકમંદને પકડ્યો પરંતુ તેને એમ કહીને છોડી દીધો કે તેના ફિંગરપ્રિન્ટ્સ તેઓએ સ્થળ પરથી એકત્રિત કરેલા ફિંગરપ્રિન્ટ્સ સાથે મેળ ખાતા નથી”,

    “માત્ર એટલું જ નહીં, હું સતત મારા એરપોડ્સની હિલચાલ પર નજર રાખતી હતી, જે લૂંટારાએ ચોરી લીધા હતા. હું જોઈ શકતી હતી કે તેઓ એક ઘરમાં રોકાયા હતા, જેનું સરનામું અને સ્થાન મેં તરત જ પોલીસને મોકલ્યું હતું. પરંતુ ફરીથી, તેઓ કંઈપણ શોધી શક્યા નથી”, તેણીએ ઉમેર્યું હતું કે યુએસ સરકાર દ્વારા શૂન્ય મદદ આપવામાં આવી હતી. તેણીએ એ પણ અભિપ્રાય આપ્યો કે જો ભારતમાં યુએસ પ્રવાસી સાથે આવું કંઈ થયું હોત, તો ભારત સરકારે ચોક્કસપણે મદદ કરી હોત અને મામલો ઉકેલ્યો હોત. જોકે, તેણીએ પુનરોચ્ચાર કર્યો હતો કે ભારતીય દૂતાવાસ દયાળુ છે અને તે એકમાત્ર હતા જેઓ જે વિદેશી ધરતી પર મદદ માટે આગળ આવ્યા.

    પટેલે દરમિયાનમાં એકલા પ્રવાસીઓને સલામત રહેવા અને ડુપ્લિકેટ દસ્તાવેજની નકલો અને સોફ્ટ કોપી સાચવીને રાખવા ચેતવણી પણ આપી હતી. તેણીએ ઉમેર્યું હતું કે યુ.એસ.માં લોકો માટે બંદૂકો રાખવી ખૂબ જ સરળ છે અને બંદૂકની હિંસાની આવી પરિસ્થિતિઓમાં, પ્રથમ સંપર્ક બિંદુ એમ્બેસી હોવું જોઈએ કારણ કે તેઓ વાસ્તવિક વિનાશક પરિસ્થિતિઓમાં મદદ કરે છે.

    યુનાઇટેડ સ્ટેટ્સની બંદૂક નીતિ

    યુનાઇટેડ સ્ટેટ્સમાં બંદૂકોની ઍક્સેસ કેટલાક ફેડરલ કાયદાઓ હેઠળ કાયદા દ્વારા નિયંત્રિત છે. 2021 સુધીમાં, પ્યુ રિસર્ચ સેન્ટરના ડેટા સૂચવે છે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં બંદૂકના વેચાણમાં તાજેતરના વર્ષોમાં વધારો થયો છે, ખાસ કરીને કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન. રાજકીય પક્ષની સંલગ્નતા, લિંગ, ભૂગોળ અને અન્ય પરિબળો દ્વારા બંદૂકની માલિકીના વધતા દરોમાં તફાવત હોવા છતાં, બંદૂકના માલિકો દલીલ કરે છે કે યુએસ બંધારણનો બીજો સુધારો નોંધપાત્ર છે અને તે કોઈપણ કાયદાનું ઉલ્લંઘન થવો જોઈએ નહીં.

    યુએસ બંધારણનો બીજો સુધારો વાંચે છે: “એક સારી રીતે નિયંત્રિત મિલિશિયા, મુક્ત રાજ્યની સુરક્ષા માટે જરૂરી છે, લોકોના શસ્ત્રો રાખવા અને રાખવાના અધિકારનું ઉલ્લંઘન કરવામાં આવશે નહીં.” પ્રથમ સુધારો વાણીની સ્વતંત્રતા છે.

    પ્યુ રિસર્ચ સેન્ટરના અહેવાલ મુજબ, બંદૂકના માલિકોની મુખ્ય અને વ્યાખ્યાયિત લાક્ષણિકતાઓમાંની એક એ છે કે તેઓ બંદૂક રાખવાના અધિકારને તેમની સ્વતંત્રતાની ભાવના સાથે સાંકળે છે. લગભગ 74 ટકા બંદૂક માલિકો કહે છે કે આ જરૂરી છે. બંદૂક માલિકો દ્વારા ટાંકવામાં આવેલ અન્ય મુખ્ય કારણ વ્યક્તિગત સુરક્ષા છે. ઉપરાંત, સ્વિત્ઝર્લેન્ડ સ્થિત સ્મોલ આર્મ્સ સર્વેના સર્વેક્ષણ અહેવાલમાં જણાવાયું છે કે યુનાઇટેડ સ્ટેટ્સ કે જે વિશ્વની 5 ટકાથી ઓછી વસ્તી ધરાવે છે, તેની પાસે વિશ્વની નાગરિક માલિકીની બંદૂકોના 46 ટકા છે.

    વધુમાં, સંશોધન અહેવાલ કહે છે કે લગભગ 48 ટકા અમેરિકનો બંદૂકની હિંસાને એક મોટી સમસ્યા માને છે. તેમાંના કેટલાક તો બંદૂકના ઉપયોગ સામે કડક કાયદાની માંગણી પણ કરી રહ્યા છે કારણ કે બંદૂકની હિંસા વિશેનું વલણ જાતિ, વંશીયતા, પક્ષ અને સમુદાયના પ્રકાર દ્વારા વ્યાપકપણે અલગ પડે છે. જ્યારે અમેરિકનો કાનૂની બંદૂકની માલિકી પર પ્રતિબંધ મૂકવાથી ઓછા સામૂહિક ગોળીબાર અને બંદૂકની હિંસા થશે કે કેમ તે અંગે વિભાજિત છે, ત્યારે બહારના લોકો માટે સાવચેત અને સલામત રહેવું શાણપણનું છે, ખાસ કરીને મુસાફરી દરમિયાન.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં