Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાજસ્થાનમાં ગેહલોત સરકારે હિન્દુઑની આસ્થા પર ચલાવ્યું બુલડોઝર; 300 વર્ષ જૂના શિવલિંગને...

    રાજસ્થાનમાં ગેહલોત સરકારે હિન્દુઑની આસ્થા પર ચલાવ્યું બુલડોઝર; 300 વર્ષ જૂના શિવલિંગને ડ્રિલ મશીનથી તોડ્યું

    રાજસ્થાનની અશોક ગહેલોત કોંગ્રેસ સરકારે અલવરમાં 300 વર્ષ જુના શિવમંદિરને તોડી પાડ્યું હતું અને શિવલિંગને પણ ડ્રીલ મશીનથી તોડ્યું હતું.

    - Advertisement -

    ભારતમાં હમણાં બુલડોઝર ની બોલબાલા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એ અરાજક તત્વોની મિલકતો પર બુલડોઝર ફેરવવાનું ચાલુ કર્યું ત્યાર બાદ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીએ પણ શોભાયાત્રા પર પત્થર મારો કરનાર અરાજક તત્વોની મિલકતો પર બુલડોઝર ફેરવ્યું હતું. સાથે જ ગુજરાતમાં પણ આ આવી જ રીતે બુલડોઝર ફેરવ્યું હતું. થોડા દિવસ પૂર્વે દિલ્હીમાં પણ હનુમાન જયંતિની શોભાયાત્રા પર પત્થર મારો થતાં જહાંગિરપુરી વિસ્તારમાં બુલડોઝર ફેરવ્યું હતું. પરંતુ આ બધાથી વિપરીત કિસ્સો રાજસ્થાનમાંથી સામે આવ્યો છે.

    રાજસ્થાનના અલવર જિલ્લામાં આવેલું 300 વર્ષ જૂનું એક શિવ મંદિર તોડવામાં આવ્યું છે. શિવમંદિરમાં આવેલું શિવલિંગ ના તૂટતાં ડ્રિલ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો. પ્રશાસન ખૂબ જ ક્રૂરતા પૂર્વક આ કામગીરી કરી છે. હિન્દુઓની આસ્થા પર બુલડોઝર ફેરવ્યું છે. આ મંદિર તોડવા બાબતે પ્રશાસન કહે છે કે “વિકાસના કામો માટે આ ડેમોલેશન કરાયું છે.”

    રાજસ્થાન સરકારે 300 વર્ષ જૂનું શિવ મંદિર તોડી પડ્યું. ( ફોટો સાભાર – ટ્વિટર )

    પ્રશાસનની આ વાત એટલે શંકાના ઘેરામાં આવે છે કે કોંગ્રેસ ધારાસભ્ય જોહારી લાલ મીણા એક વિડીયોમાં એવું કહે છે કે “સ્થાનિક સ્વરાજના ઇલેકશનમાં અહિયાં ભાજપ જીતી હતી, તો આ તો થવાનું જ હતું. હજુ પણ કહું છું કે ભાજપના 34 પાર્ષદોને આવી જાવ મારા ઘરે હમણાં આ બુલડોઝર રોકવી દઉં છું.” તેમનું આ નિવેદન સાબિત કરે છે કે હિન્દુઓની આસ્થા સાથે રમત થઈ રહી છે. ઘણા લોકો આ કાર્યવાહીને દિલ્લી, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની કાર્યવાહીની પ્રતિક્રિયા પણ માની રહ્યા છે. અહીંના સ્થાનિક હિન્દુઓ આ વિડીયોને મંદિર તોડવાની કાર્યવાહીની સાથે જોડીને જોઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે આ કામ ગેહલોત સરકારે ઈરાદાપૂર્વક કરાવ્યુ છે.

    - Advertisement -

    ભાજપા ITCELLના રાષ્ટ્રીય હેડ અમિત માલવીય એ પણ ટ્વિટ કરી આ મામલે કોંગ્રેસ પર હુમલો કર્યો હતો. તેમણે ટ્વિટમાં કહ્યું કે “રાજસ્થાનમાં 300 વર્ષ જૂનું શિવ મંદિર વિકાસના નામ પર તોડી પાડ્યું. કરૌલી અને જહાંગિરપૂરીના આંસુ પાડવાના અને હિન્દુઓની આસ્થાને ઠેસ પહોચાડવાની આજ છે કોંગ્રેસની અસલી સેકુલરિઝમ.”

    ભાજપા આઇટી સેલ હેડની ટ્વિટ.

    થોડા દિવસ પહેલા રાજસ્થાનના કરૌલીમાં હિન્દુ નવવર્ષની શોભા યાત્રા પર પત્થર મારો થયો હતો ત્યાર બાદ ત્યાં રમખાણો ફાટી નીકળ્યા હતા જેમાં રાજસ્થાનની પોલીસે જ FIRમાં કહ્યું હતું કે આ રમખાણો અગાઉથી જ નક્કી કરેલી યોજના અનુસાર કરાયા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં