Saturday, November 23, 2024
More
    હોમપેજક્રાઈમયતિ નરસિંહાનંદ સામે FIRની માંગ સાથે અમરાવતી પોલીસ મથકે ધસી ગયું મુસ્લિમ...

    યતિ નરસિંહાનંદ સામે FIRની માંગ સાથે અમરાવતી પોલીસ મથકે ધસી ગયું મુસ્લિમ ટોળું, ફેંક્યા પથ્થર: 1200 સામે FIR, 21 પોલીસકર્મીઓને ઈજા

    પોલીસ સ્ટેશન પર હુમલો કરનારાઓમાં પ્રતિબંધિત કટ્ટરપંથી સંગઠન PFIની પોલિટિકલ વિંગ SDPIના કાર્યકર્તા પણ સામેલ હતા. આ વાતની પુષ્ટિ અમરાવતીના પોલીસ કમિશનરે પોતે કરી હતી.

    - Advertisement -

    ઇસ્લામની તૌહીનના નામે ફરી એક વાર દેશને બાનમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના ડાસના દેવી મંદિરના મહંત યતિ નરસિંહાનંદના તથાકથિત વિવાદિત નિવેદન ફરી એક વાર ભાજપ નેતા નૂપુર શર્મા વખતે થઈ હતી તેવી પરિસ્થિતિઓ નિર્માણ પામી રહી છે. અલગ-અલગ ઠેકાણે ટોળાં અને વિરોધ બાદ હવે મહારાષ્ટ્રના અમરાવતીમાં મુસ્લિમ સમુદાયનું ટોળું હિંસક બન્યું અને પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો. આ ઘટનામાં 21 પોલીસ જવાન ઘાયલ થયા છે.ઘટના બાદ પોલીસે 1200 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રના અમરાવતીમાં નાગપુરી ગેટ પોલીસ સ્ટેશન પર કેટલાક મુસ્લિમોના ટોળાએ પથ્થરમારો કરી દીધો હતો. આ પથ્થરમારામાં 21 જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. ટોળું એટલું હિંસક થઈ ગયું હતું અને પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે પોલીસે આંસુગેસના સેલ છોડીને ટોળા પર કાબૂ મેળવવો પડ્યો હતો. નોંધવું જોઈએ કે દેશમાં અન્ય ઠેકાણે પણ મુસ્લિમ સમુદાયના લોકો આ પ્રકારે વિરોધ કરી રહ્યા છે અને સંત નરસિંહાનંદ મહારાજના નિવેદન માટે તેમની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

    હુમલો કરનારામાં SDPIના કાર્યકર્તા પણ

    અહીં નોંધવું જરૂરી છે કે પોલીસ સ્ટેશન પર હુમલો કરનારાઓમાં પ્રતિબંધિત કટ્ટરપંથી સંગઠન PFIની પોલિટિકલ વિંગ SDPIના કાર્યકર્તા પણ સામેલ હતા. આ વાતની પુષ્ટિ અમરાવતીના પોલીસ કમિશનરે પોતે કરી હતી. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ફરિયાદના નામે આવેલું ટોળું SDPIના કાર્યકર્તાઓનું હતું અને તેઓ માહોલ બગાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અધિકારીએ જણાવ્યા અનુસાર લોકોએ નારાબાજી અને પથ્થરમારો પણ શરૂ કરી દીધો હતો. પોલીસ કમિશનરે નગરજનોને શાંતિ જાળવી રાખવા આપીલ કરી છે.

    - Advertisement -

    હિંદુ સંત વિરુદ્ધ FIR કરવાના નામે એકઠા થયા લોકો

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર મુસ્લિમોનું આ ટોળું યતિ નરસિંહાનંદ મહારાજ વિરુદ્ધ FIR નોંધવા પોલીસ સ્ટેશન ગયું હતું. ફરિયાદ કરવાના નામે ભેગા થયેલા ટોળાએ અચાનક જ પથ્થરમારો કરવાનો શરૂ કરી દીધો. મહત્વનું છે કે આટલા લોકો એક સથે પોલીસ સ્ટેશન પહોંચ્યા, તો આખરે તેમની પાસે પથ્થર આવ્યા ક્યાંથી? બીજી તરફ આ મામલે અમરાવતી પોલીસ કમિશનરે મીડિયાને માહિતી આપતાં જણાવ્યું હતું કે, “કેટલાક લોકો સ્વામી નરસિંહાનંદ વિરુદ્ધ ફરિયાદ કરવા ગયા હતા. દરમિયાન હાજર અધિકારીએ તેમને માહિતી આપી હતી કે તેમના વિરુદ્ધ પહેલા જ FIR કરી દેવામાં આવી છે.”

    કમિશનરના જણાવ્યા અનુસાર, આ સાંભળી ફરિયાદ કરવા આવેલા લોકો પરત ચાલ્યા ગયા હતા. થોડીવાર બાદ સેંકડો લોકો પોલીસ સ્ટેશન ધસી આવ્યા અને હોબાળો શરૂ કરી દીધો. પોલીસ સ્ટેશન બહાર જ નારાબાજી પણ કરવામાં આવી. ફરજ પર હાજર પોલીસ અધિકારીએ તેમને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો. પરંતુ ટોળાએ જોતજોતામાં પથ્થરમારો શરૂ કરી દીધો. પથ્થરમારો શરૂ થતાં જ અફરાતફરી મચી ગઈ. નાસભાગ પણ થવા લાગી. ટોળાએ પોલીસ સ્ટેશનને ટાર્ગેટ કરીને આડેધડ પથ્થર મારવાનું શરૂ કરી દીધું અને તેમાં 21 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા. આટલું જ નહીં, 10 જેટલા સરકારી વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું.

    1200 વિરુદ્ધ ફરિયાદ, 21ની ઓળખ કરી દેવામાં આવી

    આ મામલે પોલીસે હુમલો કરનારા 1200 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. અત્યાર સુધી 21 લોકોની ઓળખ કરી દેવામાં આવી છે. તેમના વિરુદ્ધ BNSની વિવિધ કલમો અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થિતિની સંવેદનશીલતા જોઇને તાત્કાલિક વધારાનો પોલીસ કાફલો બોલાવીને વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. હાલ આખા વિસ્તારમાં BNSની કલમ 163 લાગુ કરી દેવામાં આવી છે. 4 થી વધુ લોકોના એકઠા થવા પર સ્પષ્ટપણે મનાઈ કરી દેવામાં આવી છે.

    નોંધવું જોઈએ કે જે મુજબ અમરાવતી પોલીસે જણાવ્યું તેમ સ્વામી નરસિંહાનંદ વિરુદ્ધ નાગપુરી ગેટ પોલીસ સ્ટેશનમાં પહેલા જ BNSની કલમ 299, 302, 197 અંતર્ગત FIR નોંધી દેવામાં આવી છે. કાર્યવાહી શરૂ હોવા છતાં આખા દેશમાં ફરી એક વાર ‘સર તન સે જુદા‘ના નારા લગાવવામાં આવી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં