Tuesday, April 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબોરસદમાં કોમી બબાલ: પથ્થરમારા અને છરાબાજીમાં પાંચ વ્યક્તિ ઈજાગ્રસ્ત, તોફાનીઓએ પોલીસ કર્મીને...

    બોરસદમાં કોમી બબાલ: પથ્થરમારા અને છરાબાજીમાં પાંચ વ્યક્તિ ઈજાગ્રસ્ત, તોફાનીઓએ પોલીસ કર્મીને પણ છરી મારી, 14ની અટકાયત

    ગુજરાતનાં અમદાવાદ, વડોદરા અને સુરત બાદ ઇસ્લામીઓ દ્વારા ધમાલના પ્રયાસો બાદ હવે ગઈ કાલે રાતે આણંદ જિલ્લાના બોરસદમાં બે જૂથ વચ્ચે કોમી અથડામણ થઇ હતી.

    - Advertisement -

    ગત શુક્રવારે જુમ્માની નમાજ બાદ શરૂ થયેલ તોફાનોનો ચીલો રોકવાનું નામ નથી લઈ રહ્યો. ગુજરાતનાં અમદાવાદ, વડોદરા અને સુરત બાદ ઇસ્લામીઓ દ્વારા ધમાલના પ્રયાસો બાદ હવે ગઈ કાલે રાતે આણંદ જિલ્લાના બોરસદમાં બે જૂથ વચ્ચે કોમી અથડામણ થઇ હતી. અથડાણ દરમિયન એક પોલીસ કર્મચારીને પણ છરીના ઘા વાગ્યા હતા. મોડી રાત્રે બે જૂથ સામે સામે આવી જઇને પત્થર મારો કર્યો હતો. બોરસદમાં કોમી રમખાણ બાદ સમગ્ર વિસ્તારમાં ભરેલા અગ્ની જેવી સ્થિતિ જોવા મળી હતી.

    બોરસદમાં ગઇકાલે મોડી રાત્રે કોમી તોફાન ભડકયું હતું. છેલ્લા બે દિવસથી ચાલતી અજંપાભરી શાંતિ અંતે મોડી રાત્રી સમયે પથ્થરબાજી અને છરીબાજીમાં પરિણમી હતી. ચાર સ્થાનિક નાગરિક અને એક પોલીસ જવાન સહિત કુલ પાંચ વ્યક્તિ પણ બોરસદમાં કોમી રમખાણ દરમિયાન ઘાયલ થયા હતા.

    પોલીસ દ્વારા આ કોમી તોફાનને કંટ્રોલમાં લેવા સખ્તાઈ સાથે ટીયરગેસના સેલ અને રબરની ગોળીઓ છોડી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. જે બાદ હમણાં સુધી 14 જેટલા શખ્સોની પોલીસે અટકાયત કરી છે. હાલ એસ.આર.પીની ટુકડીઓ સહિત પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    આણંદ જિલ્લાના બોરસદમાં ગઈ કાલે રાત્રિ દરમિયાન શહેરના બ્રાહ્મણવાળા વિસ્તારમાં બે કોમ વચ્ચે પથ્થરમારો થયો હતો. રાત્રીના 1 વાગ્યાના અરસમાં શરૂ થયેલો પથ્થરમારો લગભગ 2 કલાક જેટલો ચાલ્યો હતો. આ દરમિયાન હનુમાન મંદિર પાસે સ્થાનિક નાગરિક પર ચપ્પાથી હમલો પણ થયો હતો. ઉપરાંત એક પોલીસ કર્મીને પણ પેટમાં છરી વાગતા ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ આ વિવાદ વધુ વકર્યો હતો. અન્ય ત્રણ નાગરિકોને પણ આ તોફાનોમાં ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રત પોલીસકર્મી તથા નાગરિકો હાલ વડોદરા ખાતે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

    મધ્ય રાતે થયેલો આ પથ્થરમારો પૂર્વ આયોજિત કાવતરું હોય તેવું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. બોરસદમાં હજુ પણ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે. પોલીસ દ્વારા આ તોફાનને અંકુશમાં લેવા 50 જેટલા ટિયરગેસ છોડવામાં આવ્યા હતા. તેમજ 30 જેટલી રબર બુલેટનું પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ આ તોફાન કાબુમાં આવ્યું છે.

    તોફાની તત્વો દ્વારા શહેરના દેરાસર પાસે લગાવેલ CCTVને પણ નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા આ અંગે ચોક્સાઇ પૂર્વકની તપાસ આરંભી દેવામાં આવી છે. જેમાં 14 જેટલા તોફાની તત્વોની પોલીસે અટકાટત કરી છે.

    અહિયાં નોંધનીય છે કે આ પહેલા ગત જુમ્માની નમાજ બાદ શરૂ થયેલ તોફાનોની હારમાળામાં ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને ત્યાર બાદ સુરતમાં પણ ઈસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા તોફાન કરવાના કિસ્સા બહાર આવ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં