Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરેલીમાં ભીડ દેખાડવા આમ આદમી પાર્ટીએ ભાડે કરીને ખાલી રિક્ષાઓ ફેરવી, ફોન...

    રેલીમાં ભીડ દેખાડવા આમ આદમી પાર્ટીએ ભાડે કરીને ખાલી રિક્ષાઓ ફેરવી, ફોન કરીને બોલાવ્યા છતાં માણસો ન આવ્યા

    'આપ' પાર્ટીએ રેલીમાં વધુ વાહનો દેખાડવા માટે સ્થાનિક રિક્ષાઓ ભાડે કરવાનો કીમિયો અજમાવ્યો હતો. જોકે, વાહન ભાડે થઇ શકે પરંતુ તેમાં બેસવા માટે માણસો જ ન હતા! પરિણામે રેલીમાં ખાલી રિક્ષાઓ ફેરવવામાં આવી હતી.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં કદ મોટું કરવા માટે મથી રહેલી આમ આદમી પાર્ટીએ મોટા ઉપાડે પરિવર્તન યાત્રા તો શરૂ કરી દીધી છે પરંતુ રાજ્યમાંથી જોઈએ તેવો પ્રતિસાદ મળી રહ્યો નથી અને પાર્ટીની ફજેતી થઇ રહી છે. અગાઉ પરિવર્તન યાત્રામાં પંજાબથી વાહનો મંગાવવા પડ્યા હોવાનું અને સભા ફ્લૉપ ગઈ હોવાનું બહાર આવ્યા બાદ હવે ‘આપ’ પાર્ટીએ ભીડ બતાવવા ખાલી રિક્ષાઓ ફેરવી હોવાનું સામે આવ્યું છે. 

    અખબાર ‘સંદેશ’ના અહેવાલ અનુસાર, ભાવનગરના તળાજામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનો જનસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે પહેલાં એક રેલી આયોજિત કરવામાં આવી હતી. જોકે, આ રેલી માટે આમ આદમી પાર્ટીએ જે ટાર્ગેટ રાખ્યો હતો તેના કરતા અડધી સંખ્યા પણ થઇ ન હતી. 

    ગોપાલ ઇટાલિયાનો આ કાર્યક્રમ તળાજાના ત્રાપજ બંગલા ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. જે પહેલાં યોજવામાં આવેલી રેલીમાં સંખ્યા દેખાય તે માટે પાર્ટીના કાર્યકરોને ફોન કરી-કરીને વિનંતીઓ કરવી પડી હતી. તેમ છતાં તે ટાર્ગેટ હતો તેનાથી અડધી સંખ્યામાં પણ લોકો હાજર રહ્યા ન હતા. લોકોને ફોન કરીને જોડાવા માટે કહેવામાં આવ્યું છતાં ઓછી હાજરી જોવા મળી હતી. 

    - Advertisement -

    પરિણામે ‘આપ’ પાર્ટીએ રેલીમાં વધુ વાહનો દેખાડવા માટે સ્થાનિક રિક્ષાઓ ભાડે કરવાનો કીમિયો અજમાવ્યો હતો. જોકે, વાહન ભાડે થઇ શકે પરંતુ તેમાં બેસવા માટે માણસો જ ન હતા! પરિણામે રેલીમાં ખાલી રિક્ષાઓ ફેરવવામાં આવી હતી.

    વાહનોની લાંબી કતાર દેખાડવા માટે આમ આદમી પાર્ટીએ રિક્ષા ભાડે કરીને ખાલી ફેરવી હોવાના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ ગયા હતા અને લોકચર્ચા પણ શરૂ થઇ ગઈ હતી. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગત સપ્તાહે જામનગરના ફલ્લા ગામમાં ‘આપ’ નેતા ઈસુદાન ગઢવીની એક જનસભા આયોજિત થઇ હતી. આ જનસભા ‘પરિવર્તન યાત્રા’ હેઠળ આયોજિત કરવામાં આવી હતી. જોકે, સભામાં આંગળીના વેઢે ગણાય એટલા માણસો ઉપસ્થિત રહ્યા હતા અને પાર્ટી દ્વારા આયોજિત સભાનો ફિયાસ્કો થયો હતો.

    આ ઉપરાંત, અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલ રેલીમાં પંજાબ પાર્સિંગના વાહનો જોવા મળ્યા હતા. જેથી સોશિયલ મીડિયા ઉપર એવી ચર્ચા પણ ચાલી હતી કે ગુજરાતમાંથી લોકોનું પૂરતું સમર્થન ન મળતાં આમ આદમી પાર્ટી પંજાબથી વાહનો મંગાવી રહી છે. 

    ડિસેમ્બરમાં આવનાર ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે જનસમર્થન મેળવવા માટે આમ આદમી પાર્ટી પ્રયાસો તો કરી રહી છે પરંતુ તેમને સમર્થન મળી રહ્યું નથી. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ કક્ષાના નેતાઓને પણ સમર્થન મળી રહ્યું નથી અને સભાઓ અને રેલીઓમાં પાંખી હાજરી જોવા મળે છે તેને જોતાં ભવિષ્યમાં ‘આપ’ માટે કપરાં ચઢાણ દેખાઈ રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં