Friday, April 19, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકઇસ્લામીસ્ટ પત્રકાર રાણા અય્યુબે ગૌ તસ્કરોને લઈને ફેલાવ્યા ખોટા સમાચાર, સોશીયલ મીડિયામાં...

    ઇસ્લામીસ્ટ પત્રકાર રાણા અય્યુબે ગૌ તસ્કરોને લઈને ફેલાવ્યા ખોટા સમાચાર, સોશીયલ મીડિયામાં કર્યો બફાટ; આ પહેલા મદદના નામે લોકોના પૈસા ‘ચાઊં’ કરી જવાનો લાગ્યો છે આરોપ

    ઇસ્લામીસ્ટ પત્રકાર રાણા અય્યુબે ઑપઇન્ડિયાના એક અહેવાલને ખોટી રીતે ટાંકીને ભારતમાં મુસ્લિમો સાથે અન્યાય થતો હોવાની અફવા ફેલાવી હતી તે અંગેનું ફેક્ટ ચેક.

    - Advertisement -

    ઇસ્લામીસ્ટ પત્રકાર રાણા અય્યુબ જે વોશિંગટન પોસ્ટની કોલમનીસ્ટ છે, તેણે ઑપઇન્ડિયા દ્વારા પ્રકાશિત અહેવાલના સ્ક્રીનશોટનો ઉપયોગ કરીને ગુરુવાર 12 મે 2022 ના રોજ ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદમાં થયેલી ગૌ તસ્કરીમાં અલગજ રાગડા તાણ્યા હતા, આવું કરવા માટે અય્યુબે ખોટા સમાચાર ફેલાવ્યા હતા.

    ગુરુવાર 12 મે 2022 ના રોજ ઑપઇન્ડિયા દ્વારા અહેવાલ જાહેર કરાયો હતો કે કઈ રીતે ગાયની તસ્કરી કરીને લઇ જનારા જીશાન સદ્દામ અને કાસીમને મુઠભેડ બાદ ગાઝીયાબાદ પોલીસે ઝડપી પડયા હતા, અમે અહેવાલ કર્યો હતો કે ત્રણેય આરોપીઓ સ્કોર્પિયો ગાડીમાં ગાયની ચોરી કરીને ભાગી રહ્યા હતા. સુચના મળતાજ પોલીસ તેમની પાછળ પડી હતી, જે દરમ્યાન તસ્કરોની ગાડી ઝાડ સાથે અથડાઈ હતી. પોલીસ દ્વારા આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવતા બદમાશોએ પોલીસ ઉપર ફાયરીંગ ચાલુ કરી દીધું હતું. જેમાં એક કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘવાયા હતા, પોલીસની જવાબી કાર્યવાહીમાં ત્રણેય તસ્કરો ઘાયલ થયા હતા, અને ગૌ વંશને તસ્કરોથી બચાવી લેવામાં આવ્યો હતો.

    ઑપઇન્ડિયાએ પોતાની માઈક્રોબ્લોગીંગ સાઈટ ટવીટરના આધિકારિક હેન્ડલ પર આ સમાચાર મુક્યા હતા, જેનું શીર્ષક હતું “ગાઝીયાબાદ : પશુ તસ્કર જીશાન અને કાસીમને પોલીસ ઝડપમાં વાગી ગોળી, ચોરી કરાયેલી ગાયને બચાવવામાં આવી”

    - Advertisement -

    રીઢા ખોટા સમાચાર વેચવા વાળી રાણા અય્યુબે ઑપઇન્ડીયાના ટવીટનો સ્ક્રીનશોટ શેર કરતા લખ્યું કે “જયારે એક દક્ષીણપંથી પ્રોપગેંડા વેબસાઈટ ભારતની કદરૂપી વાસ્તવિકતાનો ખુલાસો કરે ત્યારે”

    જેમકે જોઈ શકાય છે કે ઑપઇન્ડિયાએ પોતાની હેડલાઈનમાં ‘શોટ’ શબ્દનો ઉલ્લેખ કર્યો છે, નહી કે ‘શોટ ડેડ’, અહેવાલના પ્રથમ ફકરામાંજ અમે સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ કર્યો છે કે ત્રણેય ગૌ તસ્કરો પોલીસ ઝડપમાં ઘાયલ થયા હતા.

    તસવીર સાભાર Opindia Hindi

    પરંતુ ઑપઈન્ડિયાના દુસ્પ્રચારની ઉતાવળમાં આ વામપંથી પત્રકારે લેખને ખોલીને વાંચ્યા વગરજ હેડલાઈનમાં લખેલા ‘શોટ’ શબ્દને ‘શોટ ડેડ’ સમજી લીધો.

    બસ પછી તો શું હતું, વામપંથી વિચારધારા વાળા કેટલાયે ટવીટર યુઝર ઇસ્લામીસ્ટોને પીડિત બતાવવા કુદીપડયા, રાણા અય્યુબના ટવીટના જવાબમાં ટવીટર યુઝર @ThejadedQueen ને ભારતીય મુસલમાનો માટે ખેદ જતાવ્યો, સાથેજ તેણે @hrw@amnesty@Borisjohnson@UNHCRUK ને ટેગ કરતા લખ્યું કે ગાયનાં મુદ્દામાં હમેશા મુસ્લિમ પુરુષોનેજ મારવામાં આવે છે.

    તસ્વીર સાભાર Opindia Hindi

    આજ રીતે @LIveShahid નામના યુઝરે પણ રાણા અય્યુબના ટવીટ પર રીએક્ટ કરતા લખ્યું કે મોદીના શાસનમાં પશુઓને બચાવવાના નામે મુસ્લિમોને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે.

    તસ્વીર સાભાર Opindia Hindi

    અન્ય એક ટવીટર યુઝર @Introvertguy111 ને લખ્યું કે અધિકારીઓ હત્યારાઓ અને બળાત્કારીઓ પ્રતિ વધું સંવેદનશીલ છે, તેણે પણ એમજ માની લીધું હતું કે તસ્કરો પોલીસ ઝડપમાં માર્યા ગયા.

    તસ્વીર સાભાર Opindia Hindi

    આશ્ચર્યની વાત તો એ છે કે ઑપઈન્ડિયાને દોષ પહેલા કોઈએ પણ આ અહેવાલને ખોલીને વાંચવાની તસ્દી પણ ના લીધી, તમામે રાણા અય્યુબના આ ખોટા સમાચારને સાચા માનીને ગાડરીયા પ્રવાહ માફક તેની પાછળ ચાલી નીકળ્યાં, વાસ્તવમાં અહેવાલમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તસ્કરોએ એક ગાયની ચોરી કરી હતી, અને પહેલા પોલીસ ઉપર ગોળીઓ ચલાવી હતી, અને ફરજ ઉપર હાજર એક કોન્સ્ટેબલને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.

    રાણા અય્યુબ પર ડોનેશનના રૂપિયા ‘ચાઊં’ કરી જવાનો આરોપ

    નોંધનીય છે કે રાણા અય્યુબ એજ ‘પીળી પત્રકાર’ છે, જે કોરોનાકાળમાં મદદના નામે કેટો દ્વારા ક્રાઉડ ફંડીગ કરાવીને નાણાકીય છેતરપીંડી અને પૈસા પોતાના વ્યક્તિગત મોજશોખ માટે વાપરવાના મામલામાં તપાસના દાયરામા છે. ફેબ્રુઆરી 2022માં ED એ નાણાકીય ઉચાપત એટલેકે પૈસાની અવૈધ હેરફેર કરવાની બાબતમાં અય્યુબની 1.77 કરોડની સંપત્તિ કુર્ક કરી હતી.

    ધર્માદાના રૂપિયે વિદેશ ભાગવાની ફિરાકમાં હતી અય્યુબકોરોના કાળમાં લોકો પાસે મદદનો હાથ ફેલાવીને કરોડો રૂપિયા ભેગા કાર્ય બાદ રાણા અય્યુબ ED ના નજરે ચડી હતી, એક મીડિયા રીપોર્ટ અનુસાર અય્યુબે કોરોના ફંડીગના નામે કરોડોનું વિદેશી નાણું એકઠું કર્યું હતું, અને તેનો ઉપયોગ તે અંગત જલસા કરવામાં વાપરતી હતી, પોતાની પોલ ખુલવાનો અંદેશો આવતાજ તે લંડન જવાની તૈયારીમાં હતી, પરંતુ મુંબઈ એરપોર્ટ પરજ તેની અટકાયત કરવામાં આવી હતી. તેના વિરુધમાં એક લુક આઉટ નોટીસ પણ જાહેર કરવામાં આવી હતી, આ ઉપરાંત ED એ અય્યુબ પાસેથી 1.77 કરોડ જેટલી માતબર રકમ પણ જપ્ત કરી હતી.

    આપ રાણા દ્વારા એકઠા કરવામાં આવેલા કોવીડ ફંડના દુરપયોગ કરવાના આરોપો વિષે અહી વાંચી શકો છો, અય્યુબ એક રીઢી ફેક ન્યુઝ પેડલર છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં