જેમ-જેમ ગુજરાતની વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજ્યને બદનામ કરવાનાં કાવતરાં વધી રહ્યાં છે. આ માટે ફેક ન્યૂઝનો સહારો લેવામાં આવી રહ્યો છે. આ જ ક્રમમાં આજે સવારથી આમ આદમી પાર્ટીના (‘આપ’ના) નેતાઓ દ્વારા એક વિડીયો ગુજરાતઓ હોવાના દાવા સાથે શૅર કરવામાં આવી રહ્યો છે. જોકે, સોશિયલ મીડિયા પર આ જુઠ્ઠાણું લાંબો સમય ટકી શક્યું ન હતું.
હકીકતે, સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયાએ એક વિડીયો ટ્વિટર પર શૅર કર્યો હતો. જેમાં વિદ્યાર્થીઓથી ભરેલી એક સ્કૂલ બસની બહાર પણ બારીએ અમુક વિદ્યાર્થીઓ લટકેલા જોવા મળે છે એ તેમાંથી એક વિદ્યાર્થી ચાલુ બસે નીચે પડી જાય છે. આ ઘટનાનો વિડીયો કોઈકે ઉતારી લીધો હતો, જે હાલ વાયરલ થઇ રહ્યો છે.
આ વિડીયો શૅર કરીને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે લખ્યું, ‘તમે અને તમારાં બાળકો જીવે અથવા મરે, અમે તો અમારા મિત્રોને રેવડી વહેંચીશું. આ છે ભાજપનું મોડેલ.’ આ સાથે તેમણે ગુજરાતનાં આમ આદમી પાર્ટીનાં જુદાં-જુદાં શહેરનાં ટ્વિટર હેન્ડલ પણ ટેગ કર્યાં હતાં.
आप और आपके बच्चे जिए या मरे हम तो अपने मित्रों को रेवड़ी बाटेंगे। यह है भाजपा का मॉडल। @AAPGujarat @AAP4Surat @AAPAmdavad @AAP_Baroda @AapNavsari pic.twitter.com/oeMKuRs4wr
— Dharmendra Vavliya (@Dharmendravavli) August 31, 2022
‘આપ’ના કોર્પોરેટરે શૅર કર્યા બાદ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ટ્વિટ ક્વૉટ કર્યું હતું. લાબુંલચાક લખતાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, સ્વતંત્રતાનાં 75 વર્ષ બાદ પણ માત્ર અભ્યાસ માટે આટલો સંઘર્ષ કેમ કરવો પડી રહ્યો છે? તેમણે સરકારની નિયત પર પણ સવાલો ઉઠાવ્યા અને સાથે કહ્યું કે, તમામ ભારતવાસીઓએ મળીને બાળકો માટે સારું શિક્ષણ આપવામાં આવે તેવા પ્રયાસો કરવા જોઈએ.
હિંમત હોય તો સત્ય પર ગુજરાત મોડલ નો વિરોધ કરી બતાવો, આવા જુઠ્ઠા બીજા રાજ્યોમાં વિડિયો બતાવીને ગુજરાત ને બદનામ કરવાનું છોડી દો, આ ગુજરાતીઓ છે, તમારા ઢોંગીઓ થી ઉલ્લું નહીં બને 😡https://t.co/DAHEq4j9pk
— Mittul Bakshi (@Proud_Indian253) September 1, 2022
જોકે, સત્ય એ છે કે ગોપાલ ઇટાલિયા અને ‘આપ’ના નેતાઓ જે વિડીયો શૅર કરી રહ્યા છે તે ગુજરાતનો નહીં પરંતુ તમિલનાડુનો છે. ટ્વિટ કરીને સુરતના ‘આપ’ નેતા ભાજપ મોડેલની વાત કરે છે પરંતુ તમિલનાડુમાં ડીએમકે અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર છે.
Fact Check🔍
— Manan Dani (@MananDaniBJP) September 1, 2022
गुजरात को बदनाम करने के लिए उलजुलुल बकवास करने वाले AAP के नेताओं ने फिर एक बार अपनी घटिया और गुजरात विरोधी मानसिकता का परिचय देते हुए तमिलनाडु के तस्वीर को गुजरात का बताकर लोगों को भ्रमित करने का विफल प्रयास किया।
दिल्ली का शिक्षा मॉडल अपनाते स्टालिन जी👇🏼 https://t.co/nAo6xMQcgl pic.twitter.com/KX42616T2F
જોકે, આ ટ્વિટ વાયરલ થયા બાદ નેટિઝન્સે ફેક ન્યૂઝની પોલ ખોલી નાંખી હતી. કેટલાક યુઝરોએ તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિન સાથે અરવિંદ કેજરીવાલની તસ્વીર પણ શૅર કરી હતી અને પૂછ્યું હતું કે શું કેજરીવાલ તેમનું મોડેલ અનુસરે છે કે કેમ?
This video is from Tamilnadu.
— Vijay Patel🇮🇳 (@vijaygajera) September 1, 2022
And Stalin is Kejriwal’s friend!
Is he following your model? pic.twitter.com/5KVTe1gI6M
યુઝરોએ આમ આદમી પાર્ટી ઉપર ગુજરાતએ બદનામ કરવાનો આરોપ લગાવી કહ્યું કે, તેમણે સત્ય પર ગુજરાત મોડેલનો વિરોધ કરવો જોઈએ અને આમ બીજા રાજ્યોના વિડીયો બતાવીને રાજ્યને બદનામ કરવાનું બંધ કરી દેવું જોઈએ.
હિંમત હોય તો સત્ય પર ગુજરાત મોડલ નો વિરોધ કરી બતાવો, આવા જુઠ્ઠા બીજા રાજ્યોમાં વિડિયો બતાવીને ગુજરાત ને બદનામ કરવાનું છોડી દો, આ ગુજરાતીઓ છે, તમારા ઢોંગીઓ થી ઉલ્લું નહીં બને 😡https://t.co/DAHEq4j9pk
— Mittul Bakshi (@Proud_Indian253) September 1, 2022
જોકે, આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં બંને નેતાઓએ પોતાનાં ટ્વિટ ડિલીટ કર્યાં નથી.