Friday, April 26, 2024
More
    હોમપેજક્રાઈમહિંમતનગર અને ખંભાત બાદ હવે વડોદરામાં કોમી રમખાણ, તલવારધારી ટોળાં દ્વારા મંદિર...

    હિંમતનગર અને ખંભાત બાદ હવે વડોદરામાં કોમી રમખાણ, તલવારધારી ટોળાં દ્વારા મંદિર પર હુમલો કરી લૂંટ અને પ્રતિમા ખંડિત કરાઇ

    ખંભાત અને હિંમતનગર બાદ હવે વડોદરામાં પણ મુસ્લિમો દ્વારા મૂર્તિ ખંડિત કરીને રમખાણો શરુ કરવાની ઘટના સામે આવી છે. વડોદરાના રાવપુરા વિસ્તારમાં એક નાનકડી તકરાર બાદ આમ થયું હતું.

    - Advertisement -

    ગુજરાતમાં હિંમતનગર પછી ખંભાત અને ખંભાત પછી હવે વડોદરામાં કોમી રમખાણ ફાટી નિકળ્યું હતું. રાવપુરામાં મોડીરાતે સામાન્ય અકસ્માત બાદ કોમી રમખાણની ઘટનામાં 4 વ્યક્તિ ઘાયલ થયા હતા. રાવપુરા ટાવર પાસે મોડી રાતે 11.30 કલાકની આસપાસ બે બાઇક અથડાઇ હતી જે બાદ તેમની વચ્ચે ઉગ્ર બોલચાલ થઇ હતી. જોતજોતામાં બે કોમના જૂથ વચ્ચે પથ્થરમારો પણ થયો હતો. પથ્થરમારાને કારણે રાવપુરા ટાવરથી જ્યુબિલીબાગ સુધી લોકોના ટોળેટોળા જામી ગયા હતા. મુસ્લિમ ટોળાએ કોઠી પોળના મંદિર પર હુમલો કરી સાંઈ બાબાની મૂર્તિને તોડી નાંખી હતી. આ સાથે 10થી વધુ વાહનો અને લારીઓની તોડફોડ કરી હતી.

    રાવપુરા ટાવર પાસે આ અકસ્માત થયા બાદ ઝઘડો એટલો ઉગ્ર થયો કે તલવારો સાથેના ટોળા રસ્તા પર ઉતરી આવ્યાં હતા. ટોળામાં 300થી વધુ તોફાનીઓએ જોવામાં આવ્યા હતા. આ અસામાજિક તત્વોએ નજીકમાં આવેલ મંદિર પર હુમલો કરી સાંઈ બાબાની પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી. અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ધમાલ દરમિયાન 4 લોકોને ઇજા પહોંચી હતી. ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

    આ ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોલીસ કાફલા સહિત સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યો હતો.

    - Advertisement -

    ઘાયલ થયેલ લોકોને વડોદરાના સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો. કોઠી પોળમાં મુસ્લિમો દ્વારા સાંઈબાબા ની પ્રતિમા ખંડિત કરી પથ્થરમારો કરવામાં આવ્યો હતો, આ વાત પર સ્થિતિ વધુ ના વણસે એ માટે મોડી રાતે જ મૂર્તિની પુનઃ સ્થાપના કરવામાં આવી હતી.

    આ ઘટના અંગે વધુ માહિતી આપતા પોલીસ કમિશન, ડૉ. શમશેરસિંહે જણાવ્યું હતું કે, બે ગ્રુપ વચ્ચે માથાકૂટ થઇ અને મારામારીનો બનાવ બન્યો છે. આ ઘટનામાં ત્રણ માણસોને સામાન્ચ ઇજા પહોંચી છે. દરેક સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલિંગ ચાલુ છે આ સાથે પોલીસનો બંદોબસ્ત પણ લાદવામાં આવ્યો છે. શહેરમાં કોઇપણ જાતની તંગદિલી નથી. શહેરમાં શાંતિ છે. જાણકારી આપવા સાથે કમિશનરે નાગરિકોને અપીલ કરી છે કે, કોઇપણ અફવાઓ પર ધ્યાન આપવું નહીં. કોઇપણ માહિતી વેરિફાઇ કરવી હોય તો 100 નંબર પર ફોન કરીને વિગતો જાણી શકાય છે.

    આ પહેલા ગુજરાતનાં હિંમતનગર તથા ખંભાતમાં થયા હતા રમખાણ

    ગુજરાતમાં આ રીતની હિન્દુ ઉત્સવો, હિન્દુ શોભાયાત્રાઓ તથા મંદિરો પર હુમલાઓની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. સૌ પહેલા રામનવમીના દિવસે ગુજરાતના હિંમતનગરમાં કોમી રમખાણ થયું હતું, એ જ દિવસે ગુજરાતના ખંભાતમાં પણ આવી જ શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો અને હવે વડોદરામાં કોમી રમખાણ વખતે રાવપુરા મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો.

    વડોદરા નજીકના આણંદ જિલ્લાના ખંભાત ખાતેની હિંસામાં પ્રારંભિક પોલીસ તપાસમાં એક મોટું કાવતરું બહાર આવ્યું છે જ્યાં ઓછામાં ઓછા 3 મૌલાનાઓ કથિત રીતે સામેલ હતા. લોકોને હિંસા આચરવા માટે જિલ્લાની બહારથી બોલાવવામાં આવ્યા હતા અને એવા અહેવાલો છે કે જો કોઈ પકડાય કે કાઇ પણ ખોટું થાય તો તેઓને કાનૂની અને નાણાકીય સહાયનું વચન આપવામાં આવ્યું હતું. અહેવાલો મુજબ, મૌલવીઓ ઇસ્લામનું વર્ચસ્વ સ્થાપિત કરવા માંગતા હતા જેથી ભવિષ્યમાં આવી કોઈ શોભા યાત્રાઓ ન થાય.
    
    આ દરેક ઘટનામાં ઘણી વાતો સરખી જોવા મળી હતી. જેમ કે દરેક નાની ઘટના મોટી ધમાલમાં પરિવર્તિત થવી, અચાનક મોટાં ટોળા ભેગા થઈ જવા, અને મોટી સંખ્યામાં પથ્થરો મળી જવા પથ્થરમારા માટે અને દરેક ઘટનામાં ભોગ હિન્દુ મંદિરો જ બનવા. પોલીસ દ્વારા આગળની ઘટનાઓની તપાસ દરમિયાન એ તમામ સુયોજિત ષડયંત્ર હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ત્યારે હવે વડોદરાની આ ઘટનામાં પોલીસ તપાસમાં શું આવશે એ તરફ સૌની નજર છે.
    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં