Friday, November 29, 2024
More
    હોમપેજગુજરાતસાવરકુંડલામાં રહીમ, શાહબુદ્દીને પરિવાર સાથે મળીને ભાજપ અગ્રણી સહિત ત્રણ પર કર્યો...

    સાવરકુંડલામાં રહીમ, શાહબુદ્દીને પરિવાર સાથે મળીને ભાજપ અગ્રણી સહિત ત્રણ પર કર્યો ઘાતક હુમલો: વિરોધમાં ગામ રહ્યું સજ્જડ બંધ, હિંદુ સંગઠનો આક્રોશિત

    સાવરકુંડલા ખાતે આવેલી લોહાણા જ્ઞાતિની વાડી સામેની જગ્યામાં રહીમ ગોરી ઉર્ફે પેઈન્ટર નામનાં આરોપીએ પોતાની કેબીન રાખવા માટે માથાકૂટ કરી હતી. ઘટનાની જાણ થતાં નજીકમાં જ દૂકાન ધરાવતાં લોહાણા સમાજના પ્રમુખ જગદીશ નરસીદાસ માધવાણી, શહેર ભાજપ મહામંત્રી રાજેશ સુરેશભાઈ નાગ્રેચા તેમજ સંઘનાં સ્વયંસેવક તેજસ બળવંતરાય રાઠોડ દોડી આવ્યા હતા.

    - Advertisement -

    સાવરકુંડલામાં (Savarkundla) મુસ્લિમ પરિવારે (Attack By Muslim) નજીવી બાબતે ભાજપના અગ્રણી સહિત ત્રણ જણા પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. હુમલામાં ભાજપ શહેર મહામંત્રી, લોહાણા સમાજના પ્રમુખ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનામાં આરોપીઓમાં રહીમ ગોરી, તેનો પુત્ર શાહબુદ્દીન, અને તેના ભાઈ સહિત 5 જણાનો સમાવેશ થાય છે. આ મામલે પોલીસે (Savarkundla Police) 4 આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે એક આરોપી ફરાર છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, સાવરકુંડલા ખાતે આવેલી લોહાણા જ્ઞાતિની વાડી સામેની જગ્યામાં રહીમ ગોરી ઉર્ફે પેઈન્ટર નામનાં આરોપીએ પોતાની કેબીન રાખવા માટે માથાકૂટ કરી હતી. ઘટનાની જાણ થતાં નજીકમાં જ દુકાન ધરાવતાં લોહાણા સમાજના પ્રમુખ જગદીશ માધવાણી, શહેર ભાજપ મહામંત્રી રાજેશ સુરેશ નાગ્રેચા તેમજ સંઘનાં સ્વયંસેવક તેજસ રાઠોડ દોડી આવ્યા હતા. અહીં આવીને તેમણે દબાણ કરવા માટે થઈને ઝઘડો કરી રહેલા અને પેઈન્ટર ઉર્ફે રહીમ ગોરીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

    જોકે આ તમામ લોકોએ ઝઘડો અટકાવવા પ્રયાસ કરતા રહીમ ગોરીએ ઉશ્કેરાઈને તેના પુત્ર શાહબુદીન ગોરીને ફોન કરતા તે અને પેઈન્ટરના મોટાભાઈ અને ભત્રીજો અનસ સહિત 4 લોકો ત્યાં ધસી આવ્યા હતા. સામા પક્ષે હજુ કોઈ કશું સમજે તે પહેલા જ આ પાંચેય જણાએ નજીકમાં પડેલા કડીયાકામના ઓજારો વડે તમામ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ભાજપ મહામંત્રી સહીત ત્રણેય લોકોને ઈજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ થતા અન્ય લોકો પણ દોડી આવતા પાંચેય હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી છૂટયા હતા.

    - Advertisement -

    CCTV કેમેરામાં કેદ, વિડીયો વાયરલ

    નોંધનીય છે કે આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ વિડીયો ફૂટેજમાં કેદ હુમલાના દ્રશ્યોમાં હુમલાખોરો સ્પષ્ટ દેખાઈ આવ્યા હતા. આ ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. પોલીસ પણ કાર્યવાહીમાં ફૂટેજની મદદ લઈ રહી છે.

    ઘટના બાદ સાવરકુંડલા સજ્જડ બંધ, ભરેલા અગ્નિ જેવો માહોલ

    બીજી તરફ જોત-જોતામાં આ ઘટનાના સમાચાર આખા સાવરકુંડલામાં દાવાનળની જેમ ફેલાઈ જતાં હિંદુઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ઘટનાને પગલે બજારમાં વેપારીઓ સ્વયંભુ દુકાનો બંધ કરી દીધી હતી. સાથે જ હિંદુ સંગઠનો પણ મામલાને લઈને આકરા પાણીએ જોવા મળ્યા હતા. સંગઠનોએ સ્થાનિક હુંદુ સમાજ સાથે રસ્તા પર ઉતરીને હુમલાખોરોને ઝડપ કડક કાર્યવાહીની માંગ કરી હતી.

    શહેરમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મોટો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આ મામલે ભાજપ મહામંત્રી રાજેશ નાગ્રેચાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે રહીમ ગોરી, તેના પુત્ર શાહબુદીન, ભત્રીજા અનસ અને મોટાભાઈને ઝડપી લીધા હતા. સાથે જ અન્ય એક ફરાર આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં