Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદાણીલીમડાના રમીઝની અમ્મીએ વડોદરાની નફીસાને આત્મહત્યા કરવા કરી મજબૂર: 'મારા ઘરે આવે...

    દાણીલીમડાના રમીઝની અમ્મીએ વડોદરાની નફીસાને આત્મહત્યા કરવા કરી મજબૂર: ‘મારા ઘરે આવે એના કરતાં નદીમાં કૂદી જતી હોય તો’ એવા મેહણા મારતી, પરિવારનો આક્ષેપ

    નફીસાના પરિવારની હાલત હાલ કફોળી છે. તેની માતા 5 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા અને પિતા માનસિક અસ્વસ્થ છે. તેણે ત્રણ બહેનો અને બે ભાઈ છે.

    - Advertisement -

    ગુજરાતમાં ફરી એકવાર અમદાવાદની આયેશાની જેવી ઘટના સામે આવી હતી. જેમાં વડોદરાની એક યુવતીએ પણ રિવરફ્રંટ પર વિડીયો બનાવીને સાબરમતીમાં કૂદી હતી પણ ત્યાં અમદાવાદ પોલીસ દ્વારા તેને બચાવી લેવાતા તેણે વડોદરા તાંદલજા સ્થિત ઘરમાં આપઘાત કરી લીધો હતો. હાલમાં આ વડોદરાના નફીસા આત્મહત્યા કેસ અંતર્ગત નવા ખુલાસા થયા છે.

    વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા નામની યુવતીને પ્રેમીએ તરછોડતાં અમદાવાદ રિવરફ્રન્ટ પર આત્મહત્યાના પ્રયાસ કર્યા બાદ પોતાની વ્યથા ઠાલવતો વીડિયો તેણે બનાવ્યો હતો. જોકે ત્યાર બાદ વડોદરા પરત ફરી યુવતીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

    - Advertisement -

    અહેવાલો મુજબ મુજબ નફીસાને રમીઝ નામના યુવકે રમઝાન પૂર્ણ થયા બાદ લગ્નનું વચન આપ્યું હતું. જે બાદમાં યુવતી રમીઝના ઘરે અમદાવાદ આવી હતી જ્યાં રમીઝની માતાએ તેને કહ્યું હતું કે “તું સવાર થાયને અહીંયા ચાલી આવે છે, તને કોઇ નદી કે ઓવારો દેખાતો નથી?” આ સાંભળી લાગી આવતા નફીસા સાબરમતી રિવરફ્રન્ટમાં આત્મહત્યા માટે કૂદી હતી. જોકે ત્યાં પણ તેનો બચાવ થતાં તે વડોદરા સ્થિત તાંદલજા સ્થિત ઘરમાં આપઘાત કરી લીધો હતો. 

    પ્રેમમાં મળેલી નિષ્ફળતાના લીધે વડોદરાના તાંદલજામાં 25 વર્ષીય નફીસાએ ગળેફાંસો ખાઇને મોતને વ્હાલુ કરી લીધું હતું. અમદાવાદના દાણીલીમડાના રમીઝે લગ્નની લાલચ આપી હતી પરંતુ યુવકે વિશ્વાસઘાત કરતા યુવતીએ આ પગલુ ભર્યુ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. યુવતી અમદાવાદના રમીઝ નામના યુવકના પ્રેમમાં હતી. પ્રેમમાં નિષ્ફળતાને લીધે યુવતીએ આપઘાત કરી લીધો હતો.

    આપઘાત પહેલા નફીસાએ રિવરફ્રન્ટ પર બનાવ્યો હતો વિડીયો

    નફીસા આત્મહત્યા કેસ અંતર્ગત તપાસ દરમિયાન આપઘાત પહેલા તેણે અમદાવાદનાં રિવરફ્રન્ટ પર રેકોર્ડ કરેલ બે વિડીયો સામે આવ્યા હતા. જેમાં તે કહી રહેલ દેખાયા છે કે ” ઝિંદગીમે મેને તુજે સબસે જ્યાદા પ્યાર કિયા,ઓર તુમને યે કિયા મેરે સાથ. મુજે ઇતના બડા ધોખા દિયા, મુજે લગા તુમ સબસે અલગ હો પર તુમ સબ કે જૈસે હી હો. તુમમે ઔર સબમે કોઇ ફરક નહીં થા. પુરી દુનિયા કો પતા ચલ જાને કે બાદ ભી તુમને મેરા હાથ નહી થામા, બહોત બુરે હો તુમ, તુમ્હારે ઘરવાલેં ભી કહેતે હૈ હમારા કોઇ કોન્ટેક્ટ નહીં હૈ. તમ્હે પરસો દેખા થા, વહાં પર, તમ્હારે કપડે સુખે હુએ થે વહાં પર.” આ ઉપરાંત યુવતી એમ પણ કહી રહી છે કે ‘મેરે પાસ મોત કે અલાવા ઓર કોઇ રાસ્તા નહી હૈ,  ઇતના બુરા હાલ કર દિયા હૈ તુમને મેરા.”

    આયેશા આત્મહત્યા કાંડ

    નોંધનીય છે કે અમદાવાદના આ જ રિવરફ્રન્ટ પરથી આયેશા નામની યુવતીએ 25 ફેબ્રુઆરી 2021ના રોજ પતિના ત્રાસથી કંટાળીને રિવરફ્રન્ટ પર વીડિયો બનાવી આપઘાત કરી લીધો હતો. જે બાદ આ વર્ષે જ તેના આરોપી પતિ આરીફ ખાનને કોર્ટે 10 વર્ષની સજા સંભળાવી હતી.

    નફીસાએ પણ રમીઝની માતા દ્વારા આતમહત્યા કરવા માટેની ઉશ્કેરણી થયા બાદ આ જ રીતે સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ પોલીસની તકેદારીથી તેને બચાવી લેવાય હતી.

    આરોપી રમીઝની માટે કરેલી ઉશ્કેરણી

    આરોપી રમીઝની માતાએ આ પહેલા નફીસાને આતમહત્યા માટે વારંવાર ઉકસાવી હતી. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે નફીસાને છેતરવામાં રમીઝને તેની માનો પૂરો સહયોગ પણ હતો.

    ગત અઠવાડિયે નફીસા અમદાવાદમાં દાણીલીમડા ખાતે આવેલા રમીઝના ઘરે ગઇ હતી અને રમીઝ ક્યાં છે તેમ પુછ્યું હતું, ત્યારે રમીઝની માતાએ ઘરનો અડધો દરવાજો ખોલી જવાબ આપી દીધો હતો કે રમીઝની અમને શું ખબર? તુ જાણે. નફીસાએ જ્યારે કહ્યું કે, રમીઝ ઘરમાં જ છે મને તેની સાથે વાત કરવા દો. તો રમીઝની માતાએ નફીસાને કહ્યું કે, “અહીંયા રમીઝ નથી, તું સવાર થાયને અહીંયા ચાલી આવે છે, તને કોઇ નદી કે ઓવારો કંઇ દેખાતો નથી?” આવા મ્હેણા ટોણાં સાંભળીને નફીસાએ સાબરમતી રિવરફ્રન્ટમાં આત્મહત્યા કરવાનું મન બનાવી લીધું હતું. પરંતુ અમદાવાદની પોલીસે નફીસાને ડૂબતા બચાવી લેતા તેણે વડોદરા જઈને આત્મહત્યા કરી હતી.

    નફીસાના પરિવારની માંગણી

    નફીસાના પરિવારની હાલત હાલ કફોળી છે. તેની માતા 5 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા અને પિતા માનસિક અસ્વસ્થ છે. તેણે ત્રણ બહેનો અને બે ભાઈ છે.

    નફીસાની કાકી રાશીદાએ કહ્યું હતું કે, “અમારી તો એક જ માંગ છે કે, અમારી દીકરીને ન્યાય મળે. આજે જ્યારે અમે નફીસાના સાબરમતી રિવરફ્રન્ટના વીડિયો જોઇએ છીએ, ત્યારે ખૂબ જ દુખ થઇએ છીએ કે, તેને રમીઝે એટલું બધુ પ્રેસર આપ્યું કે, તેને આ પગલું ભરવું પડ્યું.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં