Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસગીરાની છેડતીથી શરૂ કરી ધાર્મિક સ્થળે હુમલા સુંધી, હિંમતનગર-ખંભાત બાદ માણસાના ઈટાદરામાં...

    સગીરાની છેડતીથી શરૂ કરી ધાર્મિક સ્થળે હુમલા સુંધી, હિંમતનગર-ખંભાત બાદ માણસાના ઈટાદરામાં મુસ્લિમોનો ઉન્માદ

    ખંભાત અને હિંમતનગર બાદ હવે ગુજરાતના ગાંધીનગર જીલ્લાના ઇટાદરા ગામે કોમી તોફાન થયું છે. એક મુસ્લિમ યુવક દ્વારા હિંદુ યુવતીની છેડતી બાદ મામલો ગંભીર બન્યો હતો.

    - Advertisement -

    ગત રોજ ગાંધીનગરમાં જુથ અથડામણ થઈ. સવારે મુસ્લિમ યુવાન દ્વારા હિન્દુ યુવતીની છેડતી કરતાં મામલો બગડ્યો. સાંજે એ જ છેડતી કરનારે મુસ્લિમ ટોળામાં આવીને માણસાના ઈટાદરા ખાતે ધાર્મિક સ્થળે જાતરનો કાર્યક્રમ શરૂ થાય એ પહેલાં જ મોટો હંગામો કર્યો. સ્થળ પર તોડફોડ કરી, એલ. ઈ. ડી સ્ક્રીન તોડી તથા વાહનો તથા દુકાનોને આગ ચાંપી હતી. ઘટના બાદ આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.

    સળગતી હાલતમાં વાહન (ઇમેજ સાભાર : દિવ્ય ભાસ્કર )

    ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઈટાદરા ગામે ગઈકાલે બે જૂથો વચ્ચે મોટી જુથ અથડામણ થઈ. જેની શરૂઆત એક મુસ્લિમ તોફાનીએ એક હિન્દુ સગીરાના ફોટા લેતા થઈ હતી. હિન્દુ સગીરાની ઈચ્છા વિરુદ્ધ મુસ્લિમ યુવાન દ્વારા તેણીના ફોટા લઈને એની છેડતી કરાતાં બંને ધર્મના લોકો વચ્ચે બબાલ થઈ. બાદમાં સામાજિક આગેવાનો વચ્ચે પડી બંને પક્ષોને સમજાવી છૂટા પાડ્યાં હતાં.

    પોલીસે સ્થાનિકો સાથે સાધન માટે ચર્ચા કરી (ઇમેજ સાભાર : વિટીવી )

    પરંતુ મુસ્લિમ પક્ષે સવારની ઘટનાની દાઝ રાખીને નજીકના હિન્દુ ધાર્મિક સ્થળ પર સાંજે આયોજિત જાતરના કાર્યક્રમના સ્થળ પર જઈને તોડફોડ કરી અને એલ. ઇ. ડી. સ્ક્રીન તોડી કાઢી. તથા પાર્ક કરેલ વાહનો તથા દુકાનોમાં આગ લગાવી દીધી હતી.

    - Advertisement -

    ગાંધીનગરમાં જુથ અથડામણની આ ઘટના બાદ પોલીસે બંને પક્ષો સાથે ચર્ચા કરીને ઘટનામાં સમાધાન કરાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો.

    સળગાવેલ દુકાનો તથા વાહનો (ઇમેજ સાભાર : ઝી ન્યૂઝ )

    ગાંધીનગરમાં જુથ અથડામણ બાદ પોલીસ કાફલાએ સ્થિતિ પર કાબુ મેળવ્યો

    ઘટનાની જાણ પોલીસને થતાં ગાંધીનગર જિલ્લા પોલીસ કાફલા સાથે ઈટાદરા પહોંચી ગઈ અને ટોળા પર ટિયરગેસ ફોડી તથા હવામાં ફાયરિંગ કરીને ભીડ વિખેરી હતી. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. 6 તોફાની તત્વોની ઓળખ કરીને એમની ધરપકડ કરાઈ છે. હાલ સમગ્ર ઈટાદરા ગામ એક પોલીસ છાવણીમાં ફેરવાયું છે.

    ઘટના સ્થળે જિલ્લા પોલીસ પહોચી (સાભાર : દિવ્ય ભાસ્કર )

    જિલ્લામાં પ્રધાનમંત્રીની મુલાકાત પહેલા તંગદિલી થી સુરક્ષા એજન્સીઓ હરકતમાં

    ઉલ્લેખનીય છે આગામી 18 તારીખે ગાંધીનગર જિલ્લામાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે. જેમાં તેઓ શાળાઓ માટેના કમાંડ કન્ટ્રોલ સેન્ટર (CCC) ની મુલાકાત લેવાના છે. એ પહેલાં જિલ્લામાં ઘટેલી આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓ ને એલર્ટ કરી દીધી છે.

    કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર , ગાંધીનગર (ઇમેજ સાભાર : ગૂગલ )

    દેશભરની જેમ ગુજરાતમાં પણ હિન્દુઓના ધાર્મિક તહેવારો , યાત્રાઓ તથા મંદિરો પર મુસ્લિમો દ્વારા થતાં હુમલોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. થોડા દિવસ પહેલા જ ગુજરાતનાં હિંમતનગર તથા ખંભાતમાં મુસ્લિમો દ્વારા રામનવમીની શોભા યાત્રાઓ પર પથ્થરમરની ઘટના બની હતી. જેમાં પોલીસ તપાસ થતાં આ બંને ઘટનાઓ પૂર્વઆયોજિત કાવતરા હોવાનું સામે આવ્યું છે. હિંમતનગર અને ખંભાત બાદ ઈટાદરામાં આવી ઘટના બાદ પોલીસે પોતાની તપાસનો વ્યાપ વધાર્યો છે. આગળ તપાસ થતાં ગાંધીનગરમાં થયેલ જુથ અથડામણ ની આ ઘટનાની વધુ માહિતી સામે આવવાની શક્યતા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં